Ahmedabad News Business News Entertainment News Gujarat Local News World

શ્રીહરી ફાઉન્ડેશન અને મારવાડ મિત્ર દ્વારા ભવ્ય ફાગોત્સવનું આયોજન

Views: 313
2 0
Spread the love
Read Time:1 Minute, 48 Second

• ભવ્ય ફાગોત્સવ કાર્યક્રમ :- રાજસ્થાની સંસ્કૃતિના રંગે રંગાયું રાણીપ !!!

શ્રી હરી ફાઉન્ડેશન અને મારવાડ મિત્રના સંયુક્ત ઉપક્રમે સાબરમતી ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ડોક્ટર હર્ષદભાઈ પટેલ અને ભવાનીસિંહ શેખાવતની ઉપસ્થિતિમાં ભવ્ય ફાગોત્સવ હોળી સ્નેહ મિલન સમારંભ રવિવાર, 15 માર્ચ 2026 ના રોજ રાણીપના નંદી સર્કલ પાસે આવેલા શ્રી નિલકંઠ મહાદેવ મંદિરના મેદાનમાં એક ભવ્ય ‘ફાગોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ’ સંપન્ન થયો.

ભગવાન ભોળાનાથની સાક્ષીએ યોજાયેલા આ ઉત્સવમાં રાજસ્થાની લોકકલા અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.

કાર્યક્રમની મુખ્ય ઝલક:

સાંસ્કૃતિક પ્રસ્તુતિ: સાંજે 4:00 વાગ્યાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં રાજસ્થાની લોકનૃત્યો અને પરંપરાગત સંગીતે જમાવટ કરી હતી.

મુંબઈથી પધારેલા કલાકાર ભાઈ-બહેન મધુસુદન કુમાવત અને નિલમ કુમાવતની જોડીએ પોતાની અદભૂત નૃત્યકલાથી ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી.

લોકસંગીતની લહેર:

રાત્રે 8:00 વાગ્યે આબુ રોડના પ્રખ્યાત લોકગાયિકા રેખા પરમારે પોતાના સુમધુર અવાજમાં ભજનો અને લોકગીતોની રમઝટ બોલાવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહભર્યું બની ગયું હતું..

Happy
Happy
67 %
Sad
Sad
0 %
Excited
Excited
33 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *