Ahmedabad News Business News Entertainment News Gujarat Local News Technology World

DPS Bopal અમદાવાદ ખાતે ‘વિશ્વ પુસ્તક દિવસની’ ઉજવણી-સાહિત્યિક પ્રવૃત્તિઓ દ્વારા વિસ્તરી વિદ્યાર્થીઓની વૈચારિક ક્ષિતિજો

Views: 235
1 0
Spread the love
Read Time:3 Minute, 6 Second

DPS Bopal ‘વિશ્વ પુસ્તક અને કૉપિરાઇટ દિવસ’ની ઉત્સાહભરી ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રુચિ અને સર્જનાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન આપ્યું.

આ ઉજવણીના મુખ્ય ભાગ રૂપે નામાંકિત લેખિકા સુશ્રી પૂજા સરણ સાથેનો અત્યંત પ્રેરણાદાયી અને માર્ગદર્શક સંવાદ રહ્યો. તેઓ સંવાદ કૌશલ્યના કોચ, માનસિક ઉન્નતિના પ્રશિક્ષક અને અધિકૃત સોફ્ટ-સ્કિલ્સ તજજ્ઞ પણ છે. તેમણે જુનિયર વિદ્યાર્થીઓ માટે રસપ્રદ અને શિક્ષણપ્રદ વાર્તા સત્રો યોજ્યાં, જ્યારે સિનિયર વિદ્યાર્થીઓ સાથે વિચારપ્રેરક અને અર્થપૂર્ણ ચર્ચાઓ કરી. જેના થકી યુવા માનસમાં સર્જનાત્મકતા, આત્મ-ખોજ અને પ્રભાવશાળી કળા વિકસાવવા માટેની પ્રેરણા પ્રાપ્ત થઈ. લાગણીઓને લેખનમાં રૂપાંતરિત કરવાની અને વાર્તાકથનની કળાને વધુ નિખારવાની તેમની અમૂલ્ય સલાહે આ સત્રોને વિશેષ રીતે સમૃદ્ધ અને અર્થપૂર્ણ બનાવ્યાં.

તદુપરાંત, ધોરણ ૧ અને ૨ ના ભૂલકાંઓએ ક્લાસ લાઈબ્રેરીના પુસ્તકોમાં ઊંડો રસ દાખવ્યો અને સામૂહિક ચર્ચાઓ દ્વારા પુસ્તકો પ્રત્યેના પોતાની પ્રિય વાર્તાઓ વિશે ઉત્સાહભેર રજૂઆત કરીને પુસ્તકોની જાળવણી કરવાનું મહત્વ પણ સમજ્યું. જ્યારે ધોરણ ૩ થી ૫ ના વિદ્યાર્થીઓ માટે વાંચન પ્રવૃત્તિઓ મનોરંજક બની રહી; તેમણે પ્રિય પુસ્તકો વિશે વિચારોનું આદાન-પ્રદાન કર્યું અને સાહિત્યિક પાત્રોને પત્ર લખીને પોતાની કલ્પનાશક્તિનો પરિચય આપ્યો.

વધુમાં, ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બુકમાર્ક બનાવવું , સાયલન્ટ કોમિક સ્ટ્રિપ રચના, પુસ્તક પ્રસ્તુતિ , બુક કવર ડિઝાઇનિંગ, પાત્ર નિરૂપણ અને ‘DEAR'(ડ્રોપ એવરીથિંગ એન્ડ રીડ) સત્રોનો સમાવેશ થતો હતો. આ પ્રવૃત્તિઓએ વિદ્યાર્થીઓને વિવેકપૂર્ણ વિચારવા અને પોતાની કલ્પનાઓને કલાત્મક રીતે વ્યક્ત કરવા પ્રોત્સાહિત કર્યા. આ ઉજવણીનો અંત અત્યંત ઉત્સાહભેર થયો, જે વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યેનો પ્રેમ જગાડવામાં અને પુસ્તકો સાથે આજીવન સંબંધ બાંધવાની પ્રેરણા આપવામાં સફળ રહ્યો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *