આજની આધુનિક અને ડિજિટલ લાઈફસ્ટાઈલમાં જ્યારે યુવા પેઢી ફાસ્ટ ફૂડ અને ગેજેટ્સ પાછળ દોડી રહી છે, ત્યારે અમદાવાદની એક નાની બાળકી પાન્યા શાહ એ આખી યુવા પેઢીને પ્રેરણા આપતું અદ્ભુત કાર્ય કર્યું છે.
મહારાજા અગ્રસેન શાળામાં ધોરણ ૬ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પાન્યા શાહ દ્વારા તાજેતરમાં યોગના વિવિધ આસનોનું શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પાન્યાએ ખૂબ જ જટિલ આસનો સરળતાથી કરીને માત્ર સૌને મંત્રમુગ્ધ જ નથી કર્યા, પરંતુ આજની યુવા પેઢીને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ‘યોગા’નું શું મહત્વ છે, તેનો એક ઉત્તમ સંદેશ પણ આપ્યો છે.
શાળા પ્રશાસન અને શિક્ષકોએ પણ પાન્યાની આ અસાધારણ પ્રતિભાને બિરદાવી છે. નાની ઉંમરે યોગ પ્રત્યેનું આ સમર્પણ ખરેખર પ્રશંસનીય છે અને તે અન્ય બાળકો તેમજ યુવાનો માટે એક મોટો પ્રેરણાસ્રોત બનશે.
પાન્યા શાહના આ પ્રયાસે સાબિત કરી દીધું છે કે ઉંમર ભલે નાની હોય, પણ જો સંકલ્પ મોટો હોય તો આખી પેઢીને નવી દિશા ચિંધાડી શકાય છે.
સમાચાર ગુજરાત તરફથી પાન્યા શાહ ને ખૂબ ખૂબ અભિનંદન !!!
