• રવિવાર_28 જૂન, 2026ના રોજ સવારે 6:30 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આયોજન !!
• 1,000થી વધુ સાયકલસવાર, વોકર્સ, પરિવારજનો, કોર્પોરેટ ટીમો, શાળાઓ, સ્વયંસેવકો તેમજ ડેફબ્લાઇન્ડ અને વિશિષ્ટ ક્ષમતા ધરાવતા વ્યક્તિઓ જોડાવાની અપેક્ષા ¡¡
દર વર્ષે હેલન કેલરની જન્મજયંતિ અને આંતરરાષ્ટ્રીય ડેફબ્લાઇન્ડ દિવસ (27 જૂન)ની આસપાસ યોજાતી આ ઇવેન્ટ ડેફબ્લાઇન્ડ અવેરનેસ વીક (22થી 28 જૂન) ના સમાપનનું પ્રતીક છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ડેફબ્લાઇન્ડ વ્યક્તિઓના જીવન, પડકારો અને તેમના અધિકારો પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવાનો છે.
છેલ્લા 12 વર્ષમાં “મેસેન્જર્સ ઓન સાયકલ્સ” અમદાવાદની સૌથી લોકપ્રિય સામુદાયિક અને સમાવિષ્ટ ઇવેન્ટ્સમાંની એક બની છે, જે નાગરિકોને એક સારા હેતુ માટે એકત્રિત કરે છે.
આગામી ઇવેન્ટ અંગે માહિતી આપતા બીજુ મેથ્યુ, ચીફ ઓપરેટિંગ ઓફિસર, સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા, જણાવ્યું હતું કે: “મેસેન્જર્સ ઓન સાયકલ્સ માત્ર રમતગમતની ઇવેન્ટ નથી, પરંતુ સમાવેશ અને સહભાગિતાનો ઉત્સવ છે. જ્યારે સમાજના વિવિધ વર્ગોના લોકો એકત્રિત થઈને ડેફબ્લાઇન્ડ વ્યક્તિઓ માટે અવાજ ઉઠાવે છે, ત્યારે સાચા અર્થમાં પરિવર્તનની શરૂઆત થાય છે. દરેક ભાગલેનાર એક સંદેશવાહક બનીને સમાવેશી સમાજના નિર્માણમાં યોગદાન આપે છે.”
સ્પર્ધકો માટે વિવિધ કેટેગરીઓ ઉપલબ્ધ રહેશે,
જેમાં:15 કિ.મી. સાયકલોથોન (પુખ્ત વયના લોકો માટે)
5 કિ.મી. સાયકલોથોન (બાળકો માટે)
3 કિ.મી. ટ્રાયસાયકલ રાઈડ
5 કિ.મી. વોકેથોન!!
ઇવેન્ટનું વિશેષ આકર્ષણ “ડેફબ્લાઇન્ડ એક્સપિરિયન્સ ઝોન” રહેશે, જ્યાં મુલાકાતીઓ દૃષ્ટિ અને શ્રવણશક્તિ વિના જીવનનો અનુભવ કરીને ડેફબ્લાઇન્ડ વ્યક્તિઓના રોજિંદા પડકારોને વધુ સારી રીતે સમજી શકશે.
આ ઉપરાંત, કાર્યક્રમમાં બોલિવૂડ ઝુમ્બા, ઇન્ટરેક્ટિવ ગેમ્સ, કમ્યુનિટી એંગેજમેન્ટ પ્રવૃત્તિઓ, નાસ્તો અને મેડલ વિતરણ જેવી અનેક મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે, જે તમામ ઉંમરના લોકો માટે યાદગાર અનુભવ બની રહેશે.
ઇવેન્ટના 12 વર્ષના સફર વિશે ડૉ. ઉત્તમકુમાર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા, જણાવ્યું હતું કે: “12 વર્ષ પહેલાં એક નાનકડા પ્રયાસ તરીકે શરૂ થયેલી આ પહેલ આજે શહેરવ્યાપી જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. નાગરિકો, શાળાઓ, કોર્પોરેટ્સ, સ્વયંસેવકો અને પરિવારોના સહયોગથી આ ઇવેન્ટ ડેફબ્લાઇન્ડ વ્યક્તિઓ માટે જાગૃતિ અને સહયોગનું મહત્વપૂર્ણ માધ્યમ બની છે.
“આ કાર્યક્રમ દ્વારા એકત્રિત થનાર નાણાંનો ઉપયોગ દેશભરના ડેફબ્લાઇન્ડ બાળકો અને પુખ્તવયના વ્યક્તિઓ માટે શિક્ષણ, સંદેશાવ્યવહાર, પુનર્વસન અને જીવનકૌશલ્ય વિકાસ કાર્યક્રમોમાં કરવામાં આવશે.1997માં સ્થાપિત સેન્સ ઇન્ડિયા આજે 25 રાજ્યોમાં 84,000થી વધુ ડેફબ્લાઇન્ડ અને બહુવિધ અક્ષમતા ધરાવતા વ્યક્તિઓ સુધી પહોંચી ચૂકી છે. સંસ્થાએ 63,500થી વધુ બાળકોને મુખ્ય પ્રવાહના શિક્ષણ સાથે જોડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને હજારો પરિવારોને સહયોગી સેવાઓ સાથે જોડ્યા છે.સેન્સ ઇન્ડિયાએ અમદાવાદના નાગરિકોને આ અનોખી પહેલમાં જોડાવા અને સમાવેશી સમાજના નિર્માણમાં ભાગીદાર બનવા આમંત્રણ આપ્યું છે.
About Sense International India:-
Sense International India (Sense India) is India’s first and only national organisation dedicated exclusively to supporting persons with deafblindness and multiple disabilities. Established in 1997, the organisation today reaches over 84,000 individuals across 25 states through a network of partner organisations and direct service centres. Sense India holds Special Consultative Status with the United Nations ECOSOC and is a recipient of the Zero Project Award, Mahatma Award and MGLB Disability Award.For more information, visit: www.senseintindia.org
INSTAGRAM LINK :-
https://www.instagram.com/reel/DaDDs9IsPub/?igsh=aTUxMW1ncmo5NjR2
