વિરાંગના ચેરિટેબલ ટ્રસ્ટ: ચાર વર્ષની ભવ્ય સફળતા અને ક્રિએટિવિટી ઇવેન્ટનું આયોજન ! ✨
સેવા અને સમર્પણના પ્રતીક સમાન વિરાંગના ચેરિટેબલ ટ્રસ્ટે પોતાના સફળતાપૂર્વકના ૪ વર્ષ પૂર્ણ કર્યા છે! આ ખાસ અને આનંદના અવસરને યાદગાર બનાવવા માટે ટ્રસ્ટ દ્વારા એક અદભુત અને પ્રેરણાદાયી ‘ક્રિએટિવિટી ઇવેન્ટ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
• થીમ: “બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ” (Best out of Waste)
આ આયોજન માત્ર એક સ્પર્ધા નહોતું, પરંતુ નકામી વસ્તુઓમાંથી કંઈક નવું અને ઉપયોગી બનાવવાની કળાને પ્રોત્સાહન આપવાનો એક સુંદર પ્રયાસ હતો.
આ આયોજનમાં વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
ઇવેન્ટની મુખ્ય ઝાંખી:
• દરેક ઉંમરનો ઉત્સાહ: આ કોમ્પિટિશન અને ક્રિએટિવ પ્રોગ્રામમાં કોઈ ઉંમરના બંધન નહોતા! ઘરના વડીલો-મોટાઓથી માંડીને નાના-નાના ભૂલકાઓએ પણ ભારે ઉત્સાહ સાથે આમાં ભાગ લીધો હતો.
• અદભુત કળાનું પ્રદર્શન:કચરામાંથી કંચન બનાવવાની આ સ્પર્ધામાં લોકોની અદભુત સર્જનાત્મકતા (Creativity) જોવા મળી હતી.
• આનંદ અને પ્રેરણા: સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાતાવરણ ઉત્સાહ અને નવીન ઊર્જાથી ભરેલું રહ્યું હતું.
“ચાર વર્ષની આ સફર તો માત્ર એક શરૂઆત છે, વિરાંગના ટ્રસ્ટ હજુ આવા અનેક રચનાત્મક કાર્યો દ્વારા સકારાત્મક બદલાવ લાવવા માટે કટિબદ્ધ છે.
“સનાતન યુવા ક્લબના સભ્યો આ કાર્યકમમાં ઉપસ્થિત રહી વીરાંગના મહિલાઓને શાસ્ત્ર અને શસ્ત્ર વિશે માહિતી આપી તમામ મહિલાઓને પેન આપી ને એમનું સન્માન કર્યું હતું.
આ કાર્યકમમાં મુખ્ય અતિથિ તરીકે વૈશાલી બેન શાહ, સંધ્યા બેન મિત્તલ અને ગૌરવભાઇ યાદવ ઉપસ્થિત રહ્યા હતા.
Nice