પ્રારૂણા ફાઉન્ડેશન દ્વારા Beauty & Wellness Center નું ભવ્ય ઉદ્ઘાટન
અમદાવાદ: મહિલા સશક્તિકરણ, સ્વરોજગાર અને ગ્રામ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રારૂણા ફાઉન્ડેશન દ્વારા નવા Beauty & Wellness Center નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં તાલીમ આધારિત કોર્સ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું કે Beauty & Wellness Center મારફતે મહિલાઓ અને યુવતીઓને બ્યુટી, વેલનેસ, સ્કિલ ડેવલપમેન્ટ તથા સ્વરોજગાર સંબંધિત તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે.
સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં રોજગાર સર્જન અને મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે પણ વિવિધ પહેલ હાથ ધરવામાં આવશે.
આ ઉદ્ઘાટન સમારોહમાં સ્થાનિક આગેવાનો, સામાજિક કાર્યકરો તેમજ વિસ્તારના નાગરિકોએ ઉપસ્થિત રહી સંસ્થાની કામગીરીને વધાવી હતી.
આ કાર્યક્રમનું આયોજન Shreefal Enclave, Shop No. 6, Near Devkupa, S.P. Ring Road, Vinzol, Ahmedabad ખાતે કરવામાં આવ્યું હતું.
પ્રારૂણા ફાઉન્ડેશન દ્વારા આગામી સમયમાં અનેક તાલીમ આધારિત પ્રોજેક્ટ અને સામાજિક વિકાસ કાર્યક્રમો યોજવાની પણ માહિતી આપવામાં આવી હતી.