ઓરિત્રા ફાઉન્ડેશનની નવી ઓફિસ નું ઉદધાટન
ઓરિત્રા ફાઉન્ડેશન” સામાજિક ઉત્થાનના એક નવા ચરણ તરફ ડગ માંડી રહ્યું છે. સંસ્થાના કાર્યોને વધુ વેગવંત અને વ્યાપક બનાવવા માટે અમે એક નવી ઑફિસનું ઉદધાટન કરવામાં આવ્યું.
આ પ્રસંગે ફિલ્મ સુરતી લોચો અને પેગ ( થ્રિલ પર થ્રિલ ) અને મદિરા માં અભિનય કરનાર અભિનેતા પરાગ માલગ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
ઓરિત્રા ફાઉન્ડેશન: સમાજ સેવા ક્ષેત્રે એક અનોખી પહેલ
સમાજ કલ્યાણના ક્ષેત્રમાં ઓરિત્રા ફાઉન્ડેશનએ એક નવી મિસાલ ઉભી કરી છે. સંસ્થાના મુખ્ય સભ્યો અને સ્વયંસેવકો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં અવિરત સેવા કાર્યો ચલાવવામાં આવી રહ્યા છે, જેમાં મુખ્યત્વે નીચે મુજબના વર્ગોને સહાય પૂરી પાડવામાં આવે છે:
કેન્સરના દર્દીઓ: સારવાર અને માનસિક સદ્દભાવ માટે વિશેષ સહાય.
બાળકો: શિક્ષણ અને સ્વાસ્થ્યલક્ષી પાયાની જરૂરિયાતો પૂરી પાડવી.
મજૂર વર્ગ: રોજિંદા જીવનને સરળ બનાવવા માટે સહાય શિબિરોનું સફળ આયોજન.
મુખ્ય ઉદ્દેશ: સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગો સુધી સીધી સહાય પહોંચાડીને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવું.
સંસ્થાના Founder & Di-rector ઉજ્જવલ કુશવાહા ના માર્ગદર્શન હેઠળ ઓરિત્રા ફાઉન્ડેશન સતત ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની સેવા કરી રહી છે. સંસ્થાને મજબૂત બનાવવામાં મેનેજર જીગર કપૂર & વિપુલ ચૌધરી & મયુરભાઈ સોની નું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે, જે સંસ્થાને સહયોગ આપવામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે
Office address:-
https://maps.app.goo.gl/p83ykwfCEuP2cbT49?g_st=awb