Business News Entertainment News Gujarat World

લોકપ્રિય ગુજરાતી ફિલ્મ ‘પ્રેમ પ્રકરણ’ 6 ઓગસ્ટથી ‘JOJO’ ઓટીટી પ્લેટફોર્મ પર થશે ગ્લોબલ સ્ટ્રીમ

લોકપ્રિય ગુજરાતી ફિલ્મ ‘પ્રેમ પ્રકરણ’ 6 ઓગસ્ટથી ‘JOJO’ ઓટીટી પ્લેટફોર્મ પર થશે ગ્લોબલ સ્ટ્રીમ
Views: 148
1 0
Spread the love
Read Time:4 Minute, 44 Second

વિશ્વભરમાં રહેતા ગુજરાતીઓ માટે ગુણવત્તાસભર મનોરંજન પૂરું પાડતું અગ્રણી ઓટીટી પ્લેટફોર્મ JOJO વધુ એક અનોખી ફિલ્મ સાથે દર્શકોનું દિલ જીતવા સજ્જ છે. ગુજરાતી સિનેમાની સૌપ્રથમ અસલ મ્યુઝિકલ લવસ્ટોરી ગણાતી અને દર્શકોનો ભરપૂર પ્રેમ મેળવનાર ફિલ્મ ‘પ્રેમ પ્રકરણ’ 6 ઓગસ્ટ ૨૦૨૬થી સ્પેશિયલ ડિજિટલ પ્રીમિયર તરીકે JOJO એપ પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થશે.

સંજય ભટ્ટ અને કેવિન ભટ્ટ દ્વારા નિર્મિત તથા ચંદ્રેસ ભટ્ટ દ્વારા લેખિત અને નિર્દેશિત આ ફિલ્મ નાના શહેરના એક સામાન્ય યુવક આદિત્ય (ગૌરવ પાસવાલા) ના રોકસ્ટાર બનવાની અને તેના પ્રેમની સંવેદનશીલ સફર આસપાસ ફરે છે. આદિ તેના પ્રથમ પ્રેમ આરતી (દીક્ષા જોશી) ને મેળવવા તમામ પ્રયાસો કરે છે, પરંતુ તેને એકતરફી પ્રેમનો સામનો કરવો પડે છે. વર્ષો પછી આદિના જીવનમાં ગ્લેમરસ છતાં સૌમ્ય રિયા (એશા કંસારા) ના રૂપમાં પ્રેમ એક નવો વળાંક લઈને પાછો ફરે છે. આજના સ્વાઇપ કલ્ચરના જમાનામાં આ ફિલ્મ જૂના જમાનાના નિઃસ્વાર્થ પ્રેમની યાદ અપાવે છે અને દર્શકોને પોતાના ભૂતકાળના સાચા પ્રેમ સાથે જોડે છે.

ફિલ્મની સફળતામાં તેના કલાકારોનો બહુલક્ષી અભિનય મુખ્ય ચાવીરૂપ રહ્યો છે. ગૌરવ પાસવાલાએ શાળાના નિર્દોષ છોકરાથી લઈને દેશના જાણીતા રોકસ્ટાર સુધીના બંને પાત્રોમાં અદ્ભુત સહજતાથી કામ કર્યું છે. દીક્ષા જોશીએ નાના શહેરની કાઠિયાવાડી છોકરી આરતીના પાત્રમાં તેની બોલી અને લહેકા સાથે તદ્દન સચોટ ભાત ઉપસાવી છે, જ્યારે એશા કંસારાએ રિયાના રોલમાં પોતાના ગ્લેમરસ અવતાર સાથે એક પરિપક્વ અને આકર્ષક પ્રદર્શન આપ્યું છે.

આ ફિલ્મનું સૌથી મોટું પ્લસ પોઈન્ટ બોલિવૂડના ખ્યાતનામ સંગીતકાર અમિત ત્રિવેદીનું સંગીત અને નિરેન ભટ્ટે લખેલા અર્થસભર ગીતો છે. ફિલ્મમાં કુલ 9 કર્ણપ્રિય ગીતો છે, જેમાં ‘લાગણી’, ‘યાદો તારી’ અને જિગરદાન ગઢવી (જીગરા) ના અવાજમાં ગવાયેલું ‘ઝિદ્દ’ જેવા ગીતોએ શ્રોતાઓના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. બોલિવૂડની ‘રોકસ્ટાર’ અને ‘આશિકી ૨’ જેવી મ્યુઝિકલ ફિલ્મોની યાદ અપાવતી આ ગુજરાતી ફિલ્મનું સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર દર્શકોને એક અનોખી અનુભૂતિ કરાવે છે.

ફિલ્મના ડિજિટલ રિલીઝ અંગે ઉત્સાહ વ્યક્ત કરતા JOJO એપના ફાઉન્ડર અને સીઈઓ ધ્રુવિન શાહે જણાવ્યું હતું કે, “JOJO પ્લેટફોર્મ પર અમારો સતત પ્રયાસ રહ્યો છે કે અમે સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતી દર્શકો સુધી એવી વાર્તાઓ પહોંચાડીએ જે સીધી દિલને સ્પર્શી જાય. ‘પ્રેમ પ્રકરણ’ એ માત્ર એક લવ સ્ટોરી નથી, પરંતુ સંગીત, વિરહ અને સંબંધોની પુનઃશોધનો એક બ્યુટીફુલ સિનેમેટિક એક્સપિરિયન્સ છે. અમિત ત્રિવેદીનું કર્ણપ્રિય સંગીત અને કલાકારોનો બેહતરીન અભિનય આ ફિલ્મને ખૂબ ખાસ બનાવે છે. થિયેટર બાદ હવે 6 ઓગસ્ટથી આ શાનદાર ફિલ્મ JOJO પર આવી રહી છે, અને મને પૂરો વિશ્વાસ છે કે ડિજિટલ સ્ક્રિન પર પણ દર્શકો આ પ્રેમના પ્રકરણને એટલો જ વહાલ આપશે.”

JOJO એ વિશ્વભરમાં ગુજરાતી કન્ટેન્ટ પિરસતું એક ઝડપથી ઉભરતું ડિજિટલ મનોરંજન પ્લેટફોર્મ છે. ઓરિજિનલ વેબ સીરિઝ, હિટ ફિલ્મો, નાટકો અને સંગીત દ્વારા JOJO ગ્લોબલ ગુજરાતી સમુદાયને પોતાની માતૃભાષા અને સંસ્કૃતિ સાથે જોડી રાખવાનું કાર્ય કરી રહ્યું છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *