Ahmedabad News Entertainment News Gujarat Local News World

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ-સ્કૂલ શીલજ ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ-સ્કૂલ શીલજ ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
Views: 130
2 0
Spread the love
Read Time:2 Minute, 27 Second

અમદાવાદના શીલજ વિસ્તાર માં આવેલી વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ-સ્કૂલ માં પવિત્ર તહેવાર ‘શ્રી કૃષ્ણ જન્માષ્ટમી’ ની ભવ્ય અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

શાળા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.સમગ્ર શાળા સંકુલને રંગબેરંગી ફુગ્ગાઓ, આસોપાલવના તોરણો અને સુંદર રંગોળીથી શણગારવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શાળાના નાના-નાના ભૂલકાઓ ભગવાન શ્રી કૃષ્ણ, રાધા, ગોપીઓ અને સુદામાના સુંદર પરંપરાગત વસ્ત્રો પહેરીને સજ્જ થઈને આવ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ગોકુળમય બની ગયું હતું.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ભગવાન કૃષ્ણની આરતીથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા શ્રી કૃષ્ણના જીવન આધારિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા, જેમાં મનમોહક નૃત્યો, ભજનો અને નાટકોનો સમાવેશ થતો હતો.

આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ ‘મટકી ફોડ’ (દહીં હાંડી) નો કાર્યક્રમ રહ્યો હતો. શાળાના મેદાનમાં ઊંચાઈ પર બાંધેલી મટકીને ફોડવા માટે બાળ ગોપાળોએ એકબીજાની ઉપર માનવ સાંકળ (પિરામિડ) બનાવી હતી. “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી” ના નારાઓ સાથે જ્યારે મટકી ફોડવામાં આવી, ત્યારે સમગ્ર કેમ્પસ તાળીઓના ગડગડાટ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું.

આ કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય શ્રી ટ્વિકંલ કેશવાલા મેડમે & સપના મેડમે જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવી હતી અને શ્રી કૃષ્ણના જીવનમાંથી કર્મ અને સાચી મિત્રતાના પાઠ શીખવાની પ્રેરણા આપી હતી.

Instagram link:-

https://www.instagram.com/reel/Dc0gpVdODtJ/?igsi=cHV0a3lldTB6cnh3

FACEBOOK link:-

https://www.facebook.com/share/v/1GKriejorF/

youtube link :-

https://youtube.com/shorts/v5Srx7VhEUA?si=L3VtVSyCevLpMTLc

Twitter link :-

https://x.com/ViralDa13146174/status/2095452953956303308

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *