Ahmedabad News Contact Us Gujarat Local News Technology

સેવલાઈફ ફાઉન્ડેશને ઝીરો ફેટાલિટી ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ હેઠળ અમદાવાદ શહેર પોલીસ અને RTO અમદાવાદ માટે માર્ગ અકસ્માતોની વૈજ્ઞાનિક તપાસ અંગે તાલીમ યોજી

સેવલાઈફ ફાઉન્ડેશને ઝીરો ફેટાલિટી ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ હેઠળ અમદાવાદ શહેર પોલીસ અને RTO અમદાવાદ માટે માર્ગ અકસ્માતોની વૈજ્ઞાનિક તપાસ અંગે તાલીમ યોજી
Views: 26
1 0
Spread the love
Read Time:9 Minute, 18 Second

• એક દિવસીય કાર્યક્રમમાં નિયમોના અમલ માટે જવાબદાર કર્મચારીઓને અકસ્માત સ્થળની વિગતો નોંધવા, પુરાવા એકત્ર કરવા અને અકસ્માત તથા ઈજા માટે જવાબદાર પરિબળોનું વિશ્લેષણ કરવા અંગે વ્યવહારુ કૌશલ્યો શીખવવામાં આવ્યાં, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવવામાં મદદ મળે !!

અમદાવાદ :- ગુજરાતમાં માર્ગ સલામતીને વધુ મજબૂત બનાવવાની દિશામાં પગલું ભરતાં, સેવલાઈફ ફાઉન્ડેશન (SLF)એ અમદાવાદમાં માર્ગ અકસ્માતોની વૈજ્ઞાનિક તપાસ અંગે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજ્યો. આ તાલીમ ઝીરો ફેટાલિટી ડિસ્ટ્રિક્ટ (ZFD) કાર્યક્રમનો એક ભાગ છે.

આ કાર્યક્રમનો અમલ ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ ડાઇવેઝ (MORTH) દ્વારા SLFની ટેકનિકલ સહાયથી કરવામાં આવે છે. તાલીમમાં અમદાવાદ શહેર પોલીસ અને રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO), અમદાવાદના 65 કર્મચારીઓએ ભાગ લીધો. તેનો હેતુ માર્ગ અકસ્માતોની વૈજ્ઞાનિક અને પુરાવા આધારિત તપાસ કરવાની તેમની ક્ષમતા વધારવાનો હતો.

ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના શ્રી સતીશ પટેલ, IAS (નિવૃત્ત), તાલીમ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. ગુજરાત રોડ સેફ્ટી ઑથોરિટીના સંયુક્ત કમિશનર શ્રી પ્રશાંત મગુડા અને એ ડિવિઝન ટ્રાફિકના શ્રી એસ. જે. મોદી, ACP, વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા.માર્ગ અકસ્માતોની ગંભીરતાની વૃષ્ટિએ ભારતના સૌથી વધુ અસરગ્રસ્ત 100 જિલ્લાઓમાં ગુજરાતના બે જિલ્લાઓ, સુરત અને અમદાવાદ, સામેલ છે.

ZFD કાર્યક્રમ હેઠળ આ બંને જિલ્લાઓમાં માર્ગ સલામતીના ચાર ‘E’ ક્ષેત્રોને આવરી લેતાં લક્ષિત અને સવાંગી પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ ચાર ક્ષેત્રો છે: માર્ગ એન્જિનિયરિંગ, ટ્રાફિક નિયમોનો અમલ, વાહનચાલકોનું શિક્ષણ અને જાગૃતિ તથા ઈમરજન્સી સારવાર. સ્ટોકડોમ ઘોષણા અને UNના ટકાઉ વિકાસ લક્ષ્યો હેઠળ 2030 સુધીમાં માર્ગ અકસ્માતોમાં થતાં મૃત્યુ અને ઈજાઓની સંખ્યા અડધી કરવાની ભારતની પ્રતિબદ્ધતા પૂરી કરવામાં મદદ કરવા માટે આ કાર્યક્રમની રચના કરવામાં આવી છે.

આ અભિગમમાં અકસ્માતની તપાસ કેન્દ્રસ્થાને છે. અકસ્માતો ક્યાં, ક્યારે અને શા માટે થાય છે તે ઓળખવા ZFDની પદ્ધતિ અકસ્માતના આંકડા પર આધાર રાખે છે. આ આંકડાની ગુણવત્તા દરેક અકસ્માતની સ્થળ પર કેટલી ઝીણવટથી તપાસ થાય છે તેના પર આધારિત છે. તપાસમાં માત્ર અકસ્માતનું સીધું કારણ નોંધવામાં આવે ત્યારે તેની પાછળનાં પરિબળો, જેમ કે રસ્તાની ડિઝાઈનની ખામીઓ, વાડનની સ્થિતિ, ઝડપ, વૃરશ્યતા કે સલામતીનાં સાધનોનો અભાવ, ઘણીવાર ધ્યાન બહાર રહી જાય છે.

વૈજ્ઞાનિક તપાસમાં આ પરિબળો નોંધાય છે, જેથી સત્તાધિકારીઓને અનુમાનો પર આધાર રાખવાને બદલે ચોક્કસ સમસ્યાઓને અનુરૂપ પગલાં ઘડવા માટે જરૂરી પુરાવા મળે છે.તાલીમમાં ચાર બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું: સ્થળનું રેખાચિત્ર દોરવું, માપણી કરવી અને ફોટોગ્રાફ લેવા સહિત અકસ્માત સ્થળની વિગતો વ્યવસ્થિત રીતે નોંધવી; ટાયર ઘસડાવાનાં નિશાન, કાટમાળ, વાહનને થયેલું નુકસાન અને અકસ્માત પછી વાહનો વગેરે અંતે જ્યાં આવીને અટક્યાં હોય તે સ્થાનો જેવા ભૌતિક પુરાવા એકમ કરવા, સાચવવા અને તેમનું અર્થઘટન કરવું; માર્ગ, વાહન અને માર્ગનો ઉપયોગ કરનારાઓ સાથે સંકળાયેલાં અકસ્માતમાં ફાળો આપતાં પરિબળો ઓળખવા; અને ઈજા માટે જવાબદાર પરિબળો ઓળખવા, જેમાં હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ તથા ઈજાની ગંભીરતા પર રસ્તાની બાજુની વસ્તુઓની અસરનો સમાવેશ થાય છે.

સહભાગીઓએ વાસ્તવિક અકસ્માતોની પરિસ્થિતિઓ પર આ બાબતો લાગુ કરી. તેમણે ઘટનાઓ કયા ક્રમમાં બની હતી તે ફરીથી કેવી રીતે તારવવું અને તપાસનાં તારણોના આધારે સુધારાત્મક પગલાંની ભલામણો કેવી રીતે કરવી તે શીખ્યું.નિયમોના અમલ માટે જવાબદાર કર્મચારીઓમાં પુરાવા આધારિત તપાસની પદ્ધતિઓને મજબૂત બનાવીને, આ કાર્યક્રમનો હેતુ અમદાવાદમાં અકસ્માતના આંકડાની ગુણવત્તા સુધારવાનો અને અકસ્માતની વધુ શક્યતા ધરાવતાં સ્થળો તથા ઊંચું જોખમ ઊભું કરતી વર્તણૂકોને વધુ ચોકસાઈથી ઓળખવામાં મદદ કરવાનો છે. સાથે જ, પોલીસ, પરિવહન વિભાગ અને માર્ગોની માલિકી ધરાવતી એજન્સીઓ ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવવા ચોક્કસ સમસ્યાઓને અનુરૂપ પગલાં લઈ શકે તે માટે તેમને સક્ષમ બનાવવાનો પણ તેનો હેતુ છે.

“દરેક માર્ગ અકસ્માતમાંથી એ શીખવા મળે છે કે આગળનો અકસ્માત કેવી રીતે અટકાવી શકાય, પરંતુ તે માટે તેની ઝીણવટભરી અને વૈજ્ઞાનિક તપાસ થવી જરૂરી છે. આપણા પોલીસ અને પરિવહન કર્મચારીઓ ઘણીવાર અકસ્માતસ્થળે સૌપ્રથમ પહોંચે છે. તેઓ જે પુરાવા નોંધે છે તે આગળ લેવાતા દરેક નિર્ણયનો આધાર બને છે. આ તાલીમ તેમને અકસ્માતના સીધા કારણથી આગળ જઈને દરેક અકસ્માત પાછળનાં માર્ગ, વાહન અને માનવીય પરિબળો ઓળખવા સક્ષમ બનાવે છે. અમદાવાદ ગુજરાત માટે પ્રાથમિકતા ધરાવતો જિલ્લો છે. વધુ સઘન તપાસથી આપણે આપણા પ્રયાસો એવી જગ્યાએ કેન્દ્રિત કરી શકીશં. જ્યાં સૌથી વધુ જીવ બચાવી શકાય.”

• શ્રી સતીશ પટેલ, IAS (નિવૃત્ત), કમિશનર, ગુજરાત રોડ સેફ્ટી ઑથોરિટી :-

“સેવલાઇફ ફાઉન્ડેશનમાં અમારું ધ્યેય પુરાવા આધારિત પગલાં અને નિયમોના વધુ અસરકારક અમલ દ્વારા ભારતના માર્ગો પર અકસ્માતોમાં થતાં મૃત્યુને શૂન્ય સુધી લાવવાનું છે. આ તાલીમ દ્વારા અધિકારીઓએ અકસ્માત કેવી રીતે સર્જાય છે અને તે દરમિયાન શું બને છે તેની વધુ ઊંડી સમજ મેળવી, માર્ગ અકસ્માતોમાં થતાં મૃત્યુનાં મૂળ કારણો ઓળખવાનું શીખ્યું અને ભવિષ્યમાં અકસ્માતો ટાળવા માટે નિવારક પગલાં અપનાવ્યાં. આ પ્રયાસને ટેકો આપવા માટે નેતૃત્વ પૂરું પાડવા બદલ અમે અમદાવાદ શહેર પોલીસ, RTO અમદાવાદ અને ગુજરાત રોડ સેફ્ટી ઑથોરિટીના આભારી છીએ.”

• પીયૂષ તિવારી, સ્થાપક અને CEO, સેવલાઇફ ફાઉન્ડેશન

સેવલાઇફ ફાઉન્ડેશન વિશે:-

સેવલાઇફ ફાઉન્ડેશન (SLF) એક સ્વતંત્ર અને આ ક્ષેત્રમાં વિશેષ કુશળતા ધરાવતી બિનનફાકારક સંસ્થા છે. તે 2008થી સમગ્ર ભારતમાં માર્ગ સલામતી અને ઇમરજન્સી તબીબી સારવારમાં સુધારો લાવવા માટે પ્રતિબદ્ધ છે. નીતિ અને તેના વાસ્તવિક અમલીકરણને જોડીને કામ કરતી SLF ભારતમાં ગુડ સમેરિટન કાયદો લાવવામાં સફળતા મેળવવા અને ઝીરો ફેટાલિટી કોરિડોર મોડેલની પહેલ કરવા માટે વિશેષ જાણીતી છે. આ મોડેલથી ખાસ કરીને મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર માર્ગ અકસ્માતોમાં થતાં મૃત્યુમાં 58% ઘટાડો થયો છે. ભારત સરકારની મિનિસ્ટ્રી ઑફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ સાથેની ભાગીદારીમાં SLFના ઝીરો ફેટાલિટી ‘કોરિડોર’ અને ‘ડિસ્ટ્રિક્ટ’ કાર્યક્રમોનો દેશભરમાં અનુક્રમે સૌથી વધુ અસરગ્રસ્ત 100 કોરિડોર અને આવા જ 100 જિલ્લાઓમાં વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. SLF 2024ના સ્કોલ ઍવોર્ડ ફોર સોશિયલ ઇનોવેશનની વિજેતા છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *