Ahmedabad News Entertainment News Gujarat Local News

‘ખોજ સેલિબ્રિટી મેગા એવોર્ડ્સ સીઝન ૩’નું વાડજ સ્થિત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે ભવ્ય આયોજન કરાયું

‘ખોજ સેલિબ્રિટી મેગા એવોર્ડ્સ સીઝન ૩’નું વાડજ સ્થિત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે ભવ્ય આયોજન કરાયું
Views: 41
1 0
Spread the love
Read Time:4 Minute, 32 Second

• વિવિધ ક્ષેત્રોની ઉભરતી પ્રતિભાઓ અને પ્રેરણાદાયી સંઘર્ષયાત્રાઓનું કરાયું બહુમાન ¡¡

અમદાવાદ : કળા, સંગીત, ગાયન, મનોરંજન, મહિલા સશક્તિકરણ, ઉદ્યોગસાહસિકતા અને સમાજસેવા જેવા વિવિધ ક્ષેત્રોની વિશેષ પ્રતિભાઓને એક જ મંચ પર સન્માનિત કરવા માટે આયોજક પુનિતજી લુલ્લા દ્વારા 22મી નવેમ્બર, 2026ના રોજ વાડજ ખાતે આવેલી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે ‘ખોજ સેલિબ્રિટી મેગા એવોર્ડ્સ સીઝન ૩’ નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

આ ભવ્ય સમારોહમાં અભિનેતા મૌલિક ચૌહાણ, જીફા (GIFA) ના હેતલ ઠક્કર, અભિનેતા જીતેન્દ્ર ઠક્કર, આંતરરાષ્ટ્રીય વાંસળીવાદક આર. બી. નાયર, વૈદિક જ્યોતિષી અને આધ્યાત્મિક ગુરુ ડૉ. રાહુલ ત્રિવેદી (શાસ્ત્રી), સંગીતકાર જોડી સમીર-માના, આલાપ શાહ પ્રોડક્શનના આલાપ શાહ તેમજ મીડિયા પર્સનાલિટી ચિરાગ શાહ સહિતના મહાનુભાવોએ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી અને ઉભરતી પ્રતિભાઓને પ્રોત્સાહિત કર્યા હતા.

સીઝન ૧ અને સીઝન ૨ ની અભૂતપૂર્વ સફળતા બાદ આ ત્રીજી સીઝન વધુ વ્યાપક અને પ્રેરણાદાયી બની રહી હતી, જેમાં માત્ર સિદ્ધિઓને જ નહીં, પરંતુ દરેક એવોર્ડ વિજેતા પાછળ રહેલી અથાક મહેનત અને પ્રેરણાદાયી સંઘર્ષયાત્રાને પણ સમાજ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

સમારોહની શરૂઆત મહેમાનોના ઉષ્માભર્યા સ્વાગત સાથે થઈ હતી, ત્યારબાદ રંગારંગ સાંસ્કૃતિક અને સંગીતમય પ્રસ્તુતિઓએ ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.કાર્યક્રમ દરમિયાન સન્માનિત પ્રતિભાઓની જીવનસફરની ઝલક દર્શાવવામાં આવી હતી અને અનુભવી જજ તથા જ્યુરી પેનલ દ્વારા તટસ્થ મૂલ્યાંકન કરીને પસંદ કરાયેલા વિજેતાઓને વિશેષ અતિથિઓના હસ્તે વિવિધ શ્રેણીઓમાં એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા.

આ અવસરે મોટી ઓળખ ધરાવતી હસ્તીઓની સાથે સાથે શાંતિથી નિષ્ઠાપૂર્વક ઉત્તમ કામ કરતી સુષુપ્ત પ્રતિભાઓને પણ વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું.

આ સફળ આયોજન અંગે આયોજક પુનિતજી લુલ્લાએ જણાવ્યું હતું કે, “સીઝન ૧ અને સીઝન ૨ ને મળેલા પ્રેમ અને પ્રોત્સાહન બાદ સીઝન ૩ ને પણ અદભુત પ્રતિસાદ મળ્યો છે. મૌલિક ચૌહાણજી, હેતલ ઠક્કરજી, જીતેન્દ્ર ઠક્કરજી, આર. બી. નાયરજી, ડૉ. રાહુલ ત્રિવેદીજી, સંગીતકાર જોડી સમીર-માનાજી, આલાપ શાહજી અને ચિરાગ શાહજી જેવા મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિએ તમામ કલાકારો અને વિજેતાઓનો ઉત્સાહ બમણો કર્યો છે.

અમારો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ ક્ષેત્રોની પ્રતિભાઓને એકસાથે જોડવાનો અને તેમના કાર્યની સાથે તેમની સંઘર્ષયાત્રાને લોકો સુધી પહોંચાડવાનો હતો.”તેમણે ઉભરતા કલાકારો અને પ્રતિભાઓને પોતાની કળા પર વિશ્વાસ રાખી સતત મહેનત કરવા પ્રોત્સાહિત કર્યા હતા તેમજ ઈન્ડસ્ટ્રી અને સમાજને નવી પ્રતિભાઓને આગળ વધવા પૂરતી તક આપવા અનુરોધ કર્યો હતો.

આગામી સમયમાં ‘ખોજ સેલિબ્રિટી મેગા એવોર્ડ્સ’ને વધુ શહેરો સુધી વિસ્તારવાની અને સન્માનની સાથે માર્ગદર્શન, વર્કશોપ તથા પરસ્પર જોડાણની તકો ઊભી કરી પ્રતિભાઓને આગળ વધવાની યોગ્ય દિશા આપવાની નેમ પણ તેમણે વ્યક્ત કરી હતી.

Instagram link:-

https://www.instagram.com/reel/DgDObggx-yl/?evlk=emw4dmp2OWlzOTdk

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *