ગુજરાત : પંજાબ નેશનલ બેંક (PNB) મહેમદાવાદ બ્રાન્ચ દ્વારા પંજાબ નેશનલ બેંકની નવી બ્રાન્ચનું ભવ્ય ઉદ્ઘાટન ખાત્રજ સર્કલ મહેમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે મહેમદાવાદ ના MLA અર્જુનસિંહ ચૌહાણ,પંજાબ નેશનલ બેંક ના ઝોનલ હેડ અમદાવાદ ના વિનિશ કુમાર ચાવલા,Circle head – ભાસ્કર આનંદ,Branch manager – મિલિન્દ આર. પટેલ,બેંકના ઉચ્ચ અધિકારીઓ, સ્ટાફ મિત્રો અને મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા.
આ નવી શાખા શરૂ થવાથી સ્થાનિક વેપારીઓ, ખેડૂતો અને નાગરિકોને ખાતું ખોલાવવા, લોન, ડિજિટલ બેંકિંગ તેમજ અન્ય નાણાકીય વ્યવહારોમાં મોટી સુવિધા મળી રહેશે.
ગુજરાતમાં બેંકના કુલ ૪ સર્કલ્સ છે – અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ.ઝોનલ હેડ: સમગ્ર ઝોનનું નેતૃત્વ શ્રી વિનીશ ચાવલા (ઝેડ.એમ. – જનરલ મેનેજર) કરી રહ્યા છે.
સરળ ખાતાની સુવિધા: બચત ખાતું (Savings Account) અને ચાલુ ખાતું (Current Account) ખોલાવવાની ઝડપી પ્રક્રિયા.
વિવિધ લોન યોજનાઓ: હોમ લોન, એજ્યુકેશન લોન, વ્હીકલ લોન, ગોલ્ડ લોન તેમજ વેપારીઓ માટે બિઝનેસ લોન અને ખેડૂતો માટે કૃષિ લોનની વિશેષ સુવિધાઓ.
ડિજિટલ બેંકિંગ: મોબાઇલ બેંકિંગ, ઇન્ટરનેટ બેંકિંગ, UPI અને 24×7 ATM ની સુવિધા, જેનાથી ગ્રાહકોનો કિંમતી સમય બચશે.