ગાંધીનગર/અડાલજ: અડાલજ સ્થિત સ્વર્ણિમ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીની ધટક સંસ્થા સ્વર્ણિમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (SIMS) દ્વારા શિક્ષણ જગતમાં એક વિશિષ્ટ પહેલ કરવામાં આવી છે. સંસ્થાના ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓના સંયુક્ત પ્રયાસૌથી તૈયાર થયેલા પુસ્તક “MBA Satranj: Play Smart.Move Fast. Win the Boardroom”ને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લેખિત સંદેશ પાઠવીને પ્રોત્સાહિત કર્યું છે.
• વ્યાપાર વ્યવસ્થાપન અને કર્મયોગનો સંદેશ:
માનનીય મુખ્યમંત્રીશ્રીએ તેમના સંદેશમાં વ્યાપાર જગતના ક્રમિક વિકાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આજના સમયમાં વ્યૂહાત્મક લક્ષ્યો હાંસલ કરવા માટે કુશળ સંચાલન અને સંસાધનોનું આયોજન અનિવાર્ય છે.તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદીજીના કર્મયોગ’ના સિદ્ધાંતને ટાંકીને જણાવ્યું હતું કે, પરિણામની ચિંતા કર્યા વગર કામના આનંદ માટે કાર્ય કરવું એ જ સાચો માર્ગ છે.
• પુસ્તકની વિશેષતા અને ઉદ્દેશ્ય:
મુખ્યમંત્રીશ્રી એ આ પુસ્તક તૈયાર કરવા પાછળના હેતુઓને બિરદાવતા નોંધ્યું હતું કે, આ પ્રકાશન વિધાર્થીઓમાં સંશોધન કરવાની વૃત્તિ (Research Culture) અને તાર્કિક વિચારવાની ક્ષમતા (Critical Thinking) માં વધારો કરશે. ડૉ. રૂપમ મિશ્રા (હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ) ના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી આકૃતિ મેનેજમેન્ટ ક્ષેત્રના તમામ હિત ધારકો માટે જ્ઞાનવર્ધક સાબિત થશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
• સંસ્થાકીય નેતૃત્વ અને માર્ગદર્શન:-
આ સિદ્ધિ અને સમગ્ર પ્રકાશન પ્રક્રિયા પાછળ યુનિવર્સિટીના ઉચ્ચ નેતૃત્વનો અત્યંત મહત્વનો ફાળો રહ્યો છે.
સ્વર્ણિમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના હેડ ડૉ.રૂપમ મિશ્રા, આ કાર્યને સફળ બનાવવા માટે આદરણીય પ્રેસિડેન્ટ શ્રી રિષભ જૈનસર.વાઇસ પ્રેસિડેન્ટ શ્રી આદિજૈન સર અને રજિસ્ટ્રારડૉ.હિરેન કડીકર સર દ્વારા પૂરા પાડવામાં આવેલ સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન બદલ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.તેમના વિઝનરી નેતૃત્વ હેઠળ,સ્વર્ણિમ યુનિવર્સિટીના વિધાર્થીઓ પુસ્તક લેખન જેવા સર્જનાત્મક કાર્યોમાં સક્રિય પણે જોડાઈને સફળતાની નવી ઊંચાઈઓ સર કરી રહ્યાં છે.
