પૂણે, ભારત:-
ભારતની ઇસ્ટ્રીયલ અને માઇનિંગ કેમિકલ્સ તથા ફર્ટિલાઇઝર્સની અગ્રણી ઉત્પાદકો પૈકીની એક દીપક ફર્ટિલાઇઝર્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ (“DFPCL” or the “Company”) 30 જૂન, 2025ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે તેના પરિણામો જાહેર કર્યા છે.
નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળાની કામગીરીની વિશેષતાઓ
કન્સોલિડેટેડ આવકોઃ કંપનીએ ક્રોપટેક, નાઇટ્રિક એસિડ અને આઈપીએમાં વધેલા વોલ્યુમના પગલે ઓપરેટિંગ આવકમાં વાર્ષિક ધોરણે 17 ટકા વૃદ્ધિ નોંધાવી હતી.
એબિટાઃ નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં ઓપરેટિંગ એબિટા રૂ. 464 કરોડ હતો જે 10 ટકા વધીને નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 513 કરોડ થયો.
સેગમેન્ટનો નફો: આઈપીએ અને એમોનિયાની કિંમતોમાં સુસ્તતાના લીધે કેમિકલ સેગમેન્ટનો નફો વાર્ષિક ધોરણે 9 ટકા ઘટ્યો હતો. આનાથી વિપરિત, ફર્ટિલાઇઝર સેગમેન્ટ વાર્ષિક ધોરણે 125 ટકાનો વધારો દર્શાવ્યો હતો.
ચોખ્ખો નફો – પહેલા ત્રિમાસિક ગાળામાં 22 ટકાનો પ્રભાવશાળી વધારો. માર્જિન વાર્ષિક ધોરણે 38 બેસિસ પોઇન્ટન્ટ્સ વધ્યા.
વ્યૂહાત્મક પરિવર્તન – વ્યૂહાત્મક પુનઃસંકલનથી નોંધપાત્ર પ્રગતિ જોવાઈ છે જેમાં ક્રોપટેક વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 73 ટકાના સુધારાના પગલે સસ્પેશિયલ્ટી પ્રોડક્ટ્સ હવે નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં સીએનબીની આવકના 45 ટકા જેટલી થઈ છે અને સ્પેશિયલ્ટી ફર્ટિલાઇઝરના વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 21 ટકાનો વધારો થયો છે. બીટુસી સેગમેન્ટ માઇનિંગ કેમિકલ્સમાં આવકમાં 16 ટકાનું યોગદાન આપે છે.
TAN માં એક્સપોર્ટ ક્વોટા – એક્સપોર્ટ ક્વોટા જૂન 2025માં વધીને વાર્ષિક 50,000 મેટ્રિક ટન થયો છે.
ચોખ્ખું દેવું – નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 377 કરોડના મૂડીખર્ચ છતાં ચોખ્ખું દેવું માર્ચ 2025માં રૂ. 3,305 કરોડથી ઘટીને રૂ. 3,078 કરોડ થયું હતું. એબિટા પરનું ચોખ્ખું દેવું નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં 1.72 ગમાથી ઘટીને 1.50 ગણું થયું હતું.
મહાધન એગ્રીટેક લિમિટેડને એસેસમેન્ટ વર્ષ 2016-17થી 2020-21 માટે મુંબઈની આઈટીએટી તરફથી સાનુકૂળ ચુકાદો મળ્યો હતો. આઈટીએટીએ અગાઉ આવક વેરા વિભાગ દ્વારા કરાયેલા તમામ વધારા કાઢી નાંખ્યા હતા અને રૂ. 581 કરોડની ટેસની માંગને રદ કરી હતી.
આના પરિણામે, એસેસમેન્ટ યર 2015-16થી 2018-19 માટેની રૂ. 479 કરોડના પેનલ્ટી ઓર્ડર્સ જે અપીલ કે સુધારા હેઠળ રહેલા હવે રદ કરાયેલા સુધારા સાથે જોડાયેલા હતા, તે આઈટીએટીના ચુકાદાના પગલે પાછા ખેંચી લેવાય તેવી શક્યતા છે.
મજબૂત નાણાંકીય અને ઓપરેશનલ કામગીરી
પહેલા ત્રિમાસિક ગાળામાં અમને આવકમાં 17 ટકા અને ચોખ્ખા નફામાં 22 ટકાનો મજબૂત વધારો જોવા મળ્યો છે. અમે મોટાપાયે મૂડી રોકાણ કરી રહ્યા છીએ છતાં ચોખ્ખા દેવામાં વધુ ઘટાડો થયો છે. આ અમારા બિઝનેસ મોડલની મજબૂતાઈનો પુનરોચ્ચાર કરે છે.
કંપનીની તરફેણમાં આઈટીએટીનો ચુકાદો
અમને એ જણાવતા આનંદ થાય છે કે માનનીય આઈટીએટીએ એસેસમેન્ટ વર્ષ 2016-17થી 2020-21 માટે એમએએલની તરફેણમાં આદેશ આપ્યો છે અને કંપનીની કાયદેસરની સ્થિતિને જાળવી રાખી છે. આ સાનુકૂળ ચુકાદો આ બાબતે અમારા કમ્પ્લાયન્સ ફ્રેમવર્ક તથા કાયદાકીય અર્થઘટનની મજબૂતાઈનો પુનરોચ્ચાર કરે છે.
પાકનું પોષણઃ સ્પેશિયલ્ટી વ્યૂહરચના સફળ થઈ રહી છે
અમારા કોપ ન્યૂટ્રિશન બિઝનેસમાં નોંધપાત્ર પ્રગતિ જોવાઈ છે જેમાં ક્રોપટેકના વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 73 ટકા અને ત્રિમાસિક ધોરણે 10 ટકાનો વધારો થયો છે અને સ્પેશિયલ્ટી વોલ્યુમ વાર્ષિક ધોરણે 21 ટકા અને ત્રિમાસિક ધોરણે લગભગ બમણો વધારો નોંધાયો છે કારણ કે અમારી વેલ્યુ પ્રપોઝિશન ખેડૂતો સાથે સતત સંલગ્ન થઈ રહી છે.
માઇનિંગ કેમિકલ્સઃ આગામી તબક્કા માટે નિર્માણ:-
માઇનિંગ કેમિકલ્સે સંપૂર્ણ ક્ષમતા ઉપયોગ જાળવી રાખ્યો છે અને અમારી બીટુસી ચેનલ સેગમેન્ટની આવકમાં 16 ટકાનું યોગદાન આપે છે જે અમારી ગ્રાહક કેન્દ્રિત વ્યૂહરચનાનું સ્પષ્ટ પરિણામ છે.
ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સઃ પડકારો છતાં સ્થિતિસ્થાપક
ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સમાં બદલાતી બજાર ગતિશીલતાઓ છતાં અમે હાઇ-વેલ્યુ એપ્લિકેશન્સ અને વિવિધતા સાથેની પ્રોડક્ટ્સને લક્ષ્ય બનાવીને મોમેન્ટમ જાળવી રાખ્યું છે.
ગ્રોથ પ્રોજેક્ટ્સની આગેકૂચ
અમારા ચાલી રહેલા મૂડી ખર્ચ પ્રોજેક્ટ્સ રાબેતા મુજબ આગળ વધી રહ્યા છે જે વિકાસના આગામી તબક્કાનો પાયો નાંખે છે.
માઇનિંગ કેમિકલ્સ (ટેક્નિકલ એમોનિયમ નાઇટ્રેટ):
નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળા દરમિયાન, અમારા હાલના TAN પ્લાન્ટ્સમાં સંપૂર્ણ ક્ષમતાના ઉપયોગને કારણે, કુલ વેચાણ વોલ્યુમ વાર્ષિક ધોરણે ? ટકા વધ્યું હતું અને ક્રમિક ધોરણે સ્થિર રહ્યું હતું. આમ, વધતી માંગને પહોંચી વળવા માટે અમે ગોપાલપુર ખાતે વધારાની ક્ષમતા શરૂ થવાની રાહ જોઈ રહ્યા છીએ.
બીટુસી સેગમેન્ટમાં, વોલ્યુમ ડિલિવરી ત્રિમાસિક ધોરણે 15 ટકા વધી હતી. જોકે ચોમાસાની વહેલી શરૂઆતના લીધે તેમાં વાર્ષિક ધોરણે 2 ટકાનો ઘટાડો થયો હતો જેણે ખાણોમાં LDAN વપરાશને અસર કરી હતી.
કોલસાનું ઉત્પાદન વાર્ષિક ધોરણે સમાન રહ્યું હતું જ્યારે સ્ટીલ અને સિમેન્ટનું ઉત્પાદન 1થી 3 ટકા વધ્યું હતું.
નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં નિકાસ લાઇસન્સ ક્વોટાની મર્યાદાઓને કારણે નિકાસનું પ્રમાણ ઓછું રહ્યું હતું. જૂન-2025માં નિકાસ ક્વોટા વધારીને 50 કિલોટન પ્રતિ વર્ષ કરવામાં આવ્યો હતો.
બિઝનેસ આઉટલૂકઃ ચોમાસાને કારણે બીજા ત્રિમાસિક ગાળામાં સામાન્ય રીતે ખાણકામ આવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માંગ ઓછી રહે છે. બીજા ત્રિમાસિક ગાળા પછી માંગમાં સુધારો થવાની અ છે. આ સમયગાળા દરમિયાન અમારું ધ્યાન વધેલા ક્વોટા દ્વારા નિકાસમાં સુધારો કરવા અ વિશ્વસનીય પુરવઠો અને નવીન ઓફરિંગ્સ સાથે મુખ્ય ઉદ્યોગોને ટેકો આપીને ભારતની વૃદ્ધિની વાર્તામાં અભિન્ન ભૂમિકા ભજવવા પર રહેશે.
ફાર્મા / સ્પેશિયલ્ટી કેમિકલ્સ:
નીચા બેઝને કારણે પહેલા ત્રિમાસિક ગાળામાં આઈપીએ વેચાણ વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 27 ટકા અને ત્રિમાસિક ધોરણે 51 ટકાનો વધારો થયો હતો. ચોથા ત્રિમાસિક ગાળામાં પ્લાન્ટમાં તાજેતરના ફેરફારોને કારણે પ્લાન્ટ ઊંચા ટીપીડી પર ચાલી રહ્યો છે.
બિલ્ડિંગ બ્લોક નાઈટ્રિક એસિડ વોલ્યુમે તેનું મજબૂત પ્રદર્શન જાળવી રાખ્યું હતું અને વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 15 ટકા અને ત્રિમાસિક ધોરણે 3 ટકાનો વધારો થયો હતો.
અમારી સ્પેશિયલ્ટી પ્રોડક્ટને મજબૂત મોમેન્ટમ મળી રહ્યું છે. સ્ટેઇનલેસ સ્ટીલ ગ્રાહકો સાથે ચાલી રહેલા બેચ પિકલિંગ ટ્રાયલ્સમાં PICKBRITE દ્વારા પ્રોત્સાહક પરિણામો મળ્યા છે. નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં અમ્બ્રેલા બ્રાન્ડ PuroGuard+ હેઠળ 11 નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવી છે, જે ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતોને પૂર્ણ કરે છે અને દેશના મોટા ગ્રાહકવર્ગ દ્વારા અમારા સોલર ગ્રેડ નાઈટ્રિક એસિડને મંજૂરી આપવામાં આવી છે.
બિઝનેસ આઉટલૂકઃ આઇસોપ્રોપીલ આલ્કોહોલ (IPA) માટે સ્થાનિક બજારમાં સેન્ટિમેન્ટ નબળું રહ્યું છે, જેનું મુખ્ય કારણ એસીટોનના ભાવમાં તીવ્ર ઘટાડો અને એસીટોન તથા IPA બંનેના ઇન્વેન્ટરી સ્તરમાં વધારો છે. વધુમાં, ટેકનિકલ એમોનિયમ નાઇટ્રેટ (TAN) જેવા ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગો પર મોસમી ચોમાસાની અસરો અને વધેલી ઉપલબ્ધતાને કારણે નાઇટ્રિક એસિડના ભાવ સ્થિરથી થોડા નીચા રહેવાની ધારણા છે.
ક્રોપ ન્યૂટ્રિશન બિઝનેસ (ફર્ટિલાઇઝર્સ)ની સમીક્ષા
પહેલા ત્રિમાસિક ગાળામાં, ક્રોપટેકના વેચાણમાં વાર્ષિક ધોરણે 73 ટકાનો વધારો થયો હતો. જે શેરડી, સોયાબીન, સોપારી અને કપાસ જેવા મુખ્ય પાક પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાથી શક્ય બન્યું હતું. ખેડૂતોએ પ્રોડક્ટના મૂલ્ય પ્રસ્તાવને મજબૂત સ્વીકૃતિ આપતા આ વૃદ્ધિને વધુ ટેકો મળ્યો હતો. એકંદરે ઉત્પાદિત બલ્ક ફર્ટિલાઇઝર વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 3 ટકાનો સાધારણ વધારો જોવા મળ્યો હતો, પરંતુ ક્રમિક ધોરણે, વોલ્યુમમાં ત્રિમાસિક ગાળામાં 16 ટકાનો ઘટાડો થયો હતો. જેનું મુખ્ય કારણ મહત્વપૂર્ણ કાચા માલની મર્યાદિત ઉપલબ્ધતા હતી.
બેન્સલ્ફ સુપરફાસ્ટ, સોલુટેક અને WSF NPKs ધરાવતા સ્પેશિયાલિટી ફર્ટિલાઇઝર બિઝનેસે વાર્ષિક ધોરણે 21 ટકા અને ત્રિમાસિક ગાળામાં 99 ટકાની મજબૂત વૃદ્ધિ દર્શાવી હતી.
ટાર્ગેટેડ માર્કેટિંગ અને ખેડૂતોની ભાગીદારી દ્વારા સમર્થિત ક્રોપ્ટેક અને સોલુટેક જેવા પાક-વિશિષ્ટ સોલ્યુશન્સ પર અમારી કેન્દ્રિત વ્યૂહરચનાએ પાયાના સ્તરે મજબૂત અસર કરી છે. પહેલા ત્રિમાસિક ગાળામાં અમે 3,558થી વધુ પ્રવૃત્તિઓ હાથ ધરી હતી જેમાં પાક સેમિનાર, ડેમો, સારથી મીટિંગ્સ અને ફિલ્ડ વિઝિટ્સનો સમાવેશ થાય છે જેનાથી અમે લગભગ 1.77 લાખ ખેડૂતો સાથે પ્રત્યક્ષપણે જોડાયા હતા.
બિઝનેસ આઉટલૂકઃ સ્કાયમેટની સતત બીજા વર્ષે જૂન-સપ્ટેમ્બર 2025 માટે સા ચોમાસાની આગાહી કૃષિ ક્ષેત્ર માટે સારી છે. આ કપાસ, શેરડી, સોયાબીન, સોપારી, ડા અને મકાઈ જેવા મુખ્ય ખરીફ પાક પરના અમારા ધ્યાન સાથે સુસંગત છે. ક્રોપ્ટેક અને સોલુટેક માટે ખેડૂતોના મજબૂત આકર્ષણ અને સ્પષ્ટ માર્કેટિંગ વ્યૂહરચના સાથે, અમને મહાધન બ્રાન્ડ માટે મજબૂત માંગની અપેક્ષા છે. અનુકૂળ હવામાનને કારણે, ખરીફ 2025 સિઝન ખેડૂતોની ભાગીદારી અને વ્યવસાયિક વૃદ્ધિ બંને માટે એક મજબૂત મોસમ બની રહે તેમ છે.
પ્રોજેક્ટ અપડેટ
ગોપાલપુર TAN પ્રોજેક્ટ લગભગ 80 ટકા પૂરો થઈ ગયો છે અને દહેજ નાઇટ્રિક એસિડ પ્રોજેક્ટ લગભગ 57 ટકા પૂર્ણ થયો છે.
રૂ. 4,661 કરોડ – દહેજ (રૂ. 1,983 કરોડ) અને ગોપાલપુર (રૂ. 2,675 કરોડ)ના સંયુક્ત મૂડીખર્ચ સાથે બંને પ્રોજેક્ટ્સ યોજના મુજબ આગળ વધી રહ્યા છે અને નાણાંકીય વર્ષ 2026ના અંત સુધીમાં કાર્યરત થવાની સંભાવના છે.
બાંધકામ માટે જરૂરી તમામ મહત્વની કાયદેસરની મંજૂરીઓ મેળવી લેવાઈ છે.
તમામ મહત્વના સંસાધનોનો ઓર્ડર અપાઈ ચૂક્યો છે અને ડિલિવરી થવાની તૈયારીમાં છે.
બંને પ્લાન્ટ્સ વ્યૂહાત્મક સ્થળે આવેલા છે જે કાચા માલસામાનનો પુરવઠો અને ઓફટેક જોખમોને આવરી લે છે.
