Views: 81
Read Time:1 Minute, 8 Second
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ(AMTS) દ્વારા રક્ષાબંધનના તહેવારમાં મહિલાઓ એએમટીએસ બસમાં મફત મુસાફરી કરી શકશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
AMTS કમીટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે રક્ષાબંધન માં મોટી સંખ્યામાં મહિલાઓ ભાઈને રાખડી બાંધવા માટે તેમના ઘરે જતી હોય છે. AMTS બસમાં મહિલાઓ માટે રક્ષાબંધનના દિવસે મફત મુસાફરી કરવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સવારે બસના શરૂઆતથી લઈ રાત્રે બસ બંધ થાય ત્યાં સુધી કોઈ પણ રૂટ અને સ્થળની AMTS બસમાં મહિલાઓને ટિકિટ લેવાની રહેશે નહીં. ગત વર્ષે રક્ષાબંધનમાં 50 હજારથી વધુ મહિલાઓએ મુસાફરી કરી હતી ત્યારે ચાલુ વર્ષે પણ રક્ષાબંધનના તહેવારમાં મહિલાઓને મફતમાં મુસાફરી કરી શકે તેઓ નિર્ણય લેવામાં આવ્યો છે.
