ઓસ્ટ્રેલિયન સરકાર એક નવું ટુરિઝમ અભિયાન શરૂ કરી રહી છે. આ માટે તેમને ભારત સહિત ઘણા ફેમસ લોકોને સામેલ કર્યા છે. આ 130 મિલિયન ડોલરના અભિયાનનું નામ કમ એન્ડ સે જી ડે છે.
કમ એન્ડ સે જી-ડે અભિયાન શું છે?
આ અભિયાનનો હેતુ લોકોને ઈન્ટરનેશનલ લેવલે મુસાફરી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. લોકો ઓસ્ટ્રેલિયાની યાત્રાઓનું આયોજન અને બુકિંગ કરી શકશે. આ અભિયાન 7 ઓગસ્ટથી ચીનમાં શરૂ થશે અને વર્ષના અંત સુધીમાં તેને અનેક બજારોમાં વિસ્તારવામાં આવશે. આ અભિયાન માટે અમેરિકા, ચીન અને જાપાનની સેલિબ્રિટીઓને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સામેલ કરવામાં આવશે.
ભારતમાંથી સારા તેંડુલકર, અમેરિકાથી રૂબી ડી રૂ, સ્ટીવ ઈરવિનના પુત્ર રોબર્ટ ઈરવિનનો પણ સમાવેશ થાય છે. ચીનથી કલાકાર યોશ યુ, જાપાનથી કોમેડી સ્ટાર અબેરુ-કુન અને ઓસ્ટ્રેલિયન એક્ટર થોમસ વેધરોલનો પણ આ જાહેરાતમાં સમાવેશ કરવામાં આવશે.