Ahmedabad News Entertainment News Gujarat Local News

સિંગરવા ગ્રામ પંચાયત દ્વારા ‘આત્મનિર્ભર ભારત નવચક્ર યોજના’ હેઠળ સરકારી શાળાના વિદ્યાર્થીઓને ૧,૬૭૯ સાયકલોનું ભવ્ય વિતરણ

સિંગરવા ગ્રામ પંચાયત દ્વારા ‘આત્મનિર્ભર ભારત નવચક્ર યોજના’ હેઠળ સરકારી શાળાના વિદ્યાર્થીઓને ૧,૬૭૯ સાયકલોનું ભવ્ય વિતરણ
Views: 42
1 0
Spread the love
Read Time:3 Minute, 53 Second

•ગામનાં સખી મંડળોની મહિલાઓએ તાલીમ મેળવી પોતાના હાથે સાયકલોના ભાગો જોડી (એસેમ્બલ કરી) આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ¡¡

•”સપનાઓને ગતિ, ભવિષ્યને દિશા” અને “એક સાયકલ, લાખો સપના” ના સૂત્ર સાથે શિક્ષણ અને મહિલા સશક્તિકરણનો સંગમ ¡¡

સિંગરવા ગ્રામ પંચાયત દ્વારા ‘આત્મનિર્ભર ભારત નવચક્ર યોજના’ હેઠળ સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલી ૧,૬૭૯ સાયકલોનો ભવ્ય વિતરણ સમારોહ ઉત્સાહભેર સંપન્ન થયો હતો.

કાર્યક્રમના મુખ્ય આયોજક અંકિતસિંહ ચૌહાણ તથા સિંગરવા ગ્રામ પંચાયતના સરપંચ સીતાબેન ચૌહાણના નેતૃત્વમાં યોજાયેલા આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સખી મંડળની બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પહેલની સૌથી વિશેષ બાબત એ રહી કે વિતરણ કરાયેલી આ તમામ ૧,૬૭૯ સાયકલો સિંગરવા ગામનાં સખી મંડળોની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે. મહિલાઓએ ખાસ તાલીમ મેળવીને પોતાના હાથે સાયકલોના ભાગો જોડ્યા હતા.

આ અભિયાનથી ગામની મહિલાઓને નવું તકનીકી કૌશલ્ય શીખવાની અને રોજગારી મેળવવાની તક મળી છે, જ્યારે તેમની મહેનતથી તૈયાર થયેલી સાયકલો હવે સરકારી શાળાના બાળકોની શાળાએ આવવા-જવાની સફરને સરળ બનાવશે.

આ પ્રસંગે સિંગરવા ગ્રામ પંચાયતના સરપંચ સીતાબેન ચૌહાણે જણાવ્યું હતું કે, “ગામની મહિલાઓ જ્યારે આર્થિક રીતે પગભર બને છે, ત્યારે સમગ્ર પરિવાર અને ગામની પ્રગતિ થાય છે. સખી મંડળની બહેનોએ જે કુશળતાથી આ સાયકલો તૈયાર કરી છે, તે આપણા ગામ માટે ગૌરવની વાત છે. આ સાયકલો ખાસ કરીને આપણી દીકરીઓ અને વિદ્યાર્થીઓને આગળ વધવા માટે નવી ઊર્જા આપશે.

“કાર્યક્રમ દરમિયાન મુખ્ય પ્રવક્તા અને આયોજક અંકિતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, “‘નવચક્ર યોજના’નો મુખ્ય ઉદ્દેશ્ય ગામની મહિલાઓને કૌશલ્ય વિકાસ દ્વારા રોજગારી પૂરી પાડી આત્મનિર્ભર બનાવવાનો અને સરકારી શાળાના વિદ્યાર્થીઓને સાયકલ આપી તેમના શિક્ષણને પ્રોત્સાહિત કરવાનો છે.

ગામની બહેનોના હાથે તૈયાર થયેલી સાયકલો જ્યારે ગામના જ બાળકોના સપનાઓને ગતિ આપે, ત્યારે સાચા અર્થમાં આત્મનિર્ભર ભારત અને મહિલા સશક્તિકરણનું સ્વપ્ન સાકાર થાય છે.””સપનાઓને ગતિ, ભવિષ્યને દિશા” અને “એક સાયકલ, લાખો સપના” ના મુખ્ય સંદેશ સાથે યોજાયેલા આ સમારોહમાં વિદ્યાર્થીઓમાં નવી સાયકલ મેળવવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ યોજના થકી દીકરીઓ અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધશે અને શાળાએ જવામાં પડતી મુશ્કેલીઓ દૂર થશે. સ્થાનિક સ્તરે કૌશલ્ય વિકાસ અને મેક ઇન ઇન્ડિયાની ભાવનાને મજબૂત કરતી આ પહેલ થકી “આજની સાયકલ એ આવતીકાલનું સફળ જીવન બનશે” તેવા દ્રઢ વિશ્વાસ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

https://youtu.be/aMJOi3xzQAI?si=X4PtppUb4Drn2NEj

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *