ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડની ટીમને 6 રનથી હરાવી અને આ રીતે સિરીઝ 2-2 થી બરાબર કરી. આમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીતવા માટે 374 રનનો ટાર્ગેટ આપ્યો, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ ફક્ત 367 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી છે.
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ટી ઈન્ડિયા વિદેશી ધરતી પર પાંચ ટેસ્ટ મેચની સિરીઝની છેલ્લી મેચ જીતી છે. આ પહેલા ભારતે વિદેશી ધરતી પર 16 પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમી હતી, જેમાંથી તે છેલ્લી ટેસ્ટ 6 વાર હારી ગયું હતું અને છેલ્લી ટેસ્ટ મેચ 10 વાર ડ્રો રહી હતી. હવે આખરે ટીમ ઈન્ડિયાએ વિદેશમાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝની છેલ્લી મેચ જીતવામાં સફળ રહી છે.
બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ ટીમ માટે હેરી બ્રુક અને જો રૂટ સૌથી મોટા હીરો સાબિત થયા. આ બંને ખેલાડીઓએ સદી ફટકારી. બ્રુકે માત્ર 91 બોલમાં ઝડપી ગતિએ રન બનાવીને સદી ફટકારી. તેને મેચમાં 111 રન બનાવ્યા, જેમાં 14 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. જો રૂટે 110 રન બનાવ્યા. ઓપનિંગ કરવા આવેલા બેન ડકેટે પણ સારી બેટિંગ બતાવી અને 54 રનની ઈનિંગ રમી. પાંચમા દિવસે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ જોરદાર બોલિંગ કરી અને ઝડપથી 3 વિકેટ ઝડપી. ત્યારબાદ ક્રિસ વોક્સ ઈજાગ્રસ્ત હોવા છતાં બેટિંગ કરવા આવ્યો.
