અમદાવાદ: બહુમુખી પ્રતિભાસંપન્ન યુવા વ્યક્તિત્વ કેનિશા ખેરનાર, B.Tech (I.EC), રાષ્ટ્રીય સ્તરની ફિગર સ્કેટર, ભરતનાટ્યમ નૃત્યાંગના, સિદ્ધ વક્તા તથા “ધ ટ્રેઝર ઓફ ટોર્મેન્ટ” પુસ્તકની લેખિકા છે. પોતાની પસંદગીથી હોમસ્કૂલિંગ અપનાવી અને પોતાના પિતા – SwaDarshana Therapies ના સ્થાપક શ્રી મનીષ ખેરનાર થી પ્રેરિત રહી, તેમની જીવનયાત્રા શિસ્ત, સહનશક્તિ અને આંતરિક વિકાસનું પ્રતિબિંબ બની છે.
ભગવાન નટરાજને અર્પિત તેમની નાટ્ય આરાધના નટારણી ખાતે ડૉ. મલ્લિકા સારાભાઈ અને શ્રીમતી સોનલ સોલંકી ના માર્ગદર્શન હેઠળ પ્રસ્તુત થઈ, જે તેમના બી.ટેક. પૂર્ણ થવાની સાથે એક દુર્લભ દ્વિ-માઇલસ્ટોનની ઉજવણી રૂપે નોંધાઈ