સનાતન યુવા ક્લબના પ્રમુખ રાહુલ મારુના જન્મદિવસ નિમિત્તે સનાતન યુવા ક્લબ ટીમ દ્વારા સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ દ્વારા સંચાલિત ઉચ્ચ શિક્ષણ અંધ વિદ્યાર્થી છાત્રાલયના અંધ વિદ્યાર્થીઓ માટે એક સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
ક્લબના રાહુલ મારુના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. યોજાયેલ કાર્યક્રમ માં વિદ્યાર્થીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. તેમને ભોજન પીરસવામાં આવ્યું અને તેમને કપડાં આપીને સેવા પરમો ધર્મના સિદ્ધાંતનું મૂલ્ય સમજાવવામાં આવ્યું.સમગ્ર કાર્યક્રમ મિલેનિયમ કલ્પતરુ -ઇન્દિરા નગર- ઝુંડાલ પાસે યોજવામાં આવ્યો હતો.
• સનાતન યુવા ક્લબના પ્રમુખ રાહુલ મારુ ને જન્મદિવસ નિમિતે સમાચાર ગુજરાત પરીવાર તરફ થી ખુબ ખુબ શુભેચ્છાઓ 🎂🎂🎂!!!