ભારત દેશ વિવિધતા ધરાવતો દેશ છે.
ભારત દેશ માં ઘણા બધા સમુદાય અને સમુદાયોથી બનેલા સમાજ એકબીજા સાથે સદીઓથી રહેતા આવ્યા છે અને દેશના વિકાસમાં યથાશક્તિ યોગદાન આપતા આવ્યા છે. આવો જ એક સમાજ છે દેવીપૂજક સમાજ.
સમાજમાં વર્ષોથી અંધશ્રદ્ધા રૂપી જે પ્રશ્નો છે તેને દૂર કરવા અને સમાજ નાં લોકો નું હિત જળવાઈ રહે તે હેતુ થી અમદાવાદ માં સરસપુર માં આવેલ મનોરથ કોમ્પલેક્ષ માં જય શ્રી ચામુંડા દેવી પૂજક સામાજિક નિવારક સંસ્થા ના કાર્યાલય નું આજે ઉદધાટન કરવામાં આવ્યું હતું..
આ પ્રસંગે બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ, ભારતીય જનતા પાર્ટીના સિનિયર લીડર ગિરીશચંદ્ર પરમાર, મિલિન્દભાઈ પરમાર સહીત સમાજ ના અનેક સામાજિક કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.. સમાજ માં ઉદભવતા પ્રશ્નો ના નિરાકરણ માટે ખાસ આ કાર્યાલય ને આજે વિવિધ મહાનુભાવોની હાજરી માં ખુલ્લું મુકવામાં આવ્યું છે.
જય શ્રી ચામુંડા દેવી પૂજક સામાજિક નિવારક સંસ્થા નાં:-
પ્રમુખ :- શ્રી રમેશભાઈ તિનોરિયાવાળા
ઉપપ્રમુખ :- શ્રી મનીષભાઈ તિનોરિયાવાળા
મંત્રી :- શ્રી સંજયભાઈ તિનોરિયાવાળા
સામાજીક કાર્યકર્તા :- રવિભાઈ તિનોરિયાવાળા, મુકેશભાઈ તિનોરિયાવાળા, પ્રવિણભાઈ તિનોરિયાવાળા છે.
વધુ માહિતી માટે તમે કાર્યાલય નો સંપર્ક કરી શકો છો.
શુભ સ્થળ:- ૨૦, મનોરથ કોમ્પલેક્ષ, મંગલપ્રભાત સોસાયટી ની સામે, મીલન સિનેમા રોડ, સરસપુર,અમદાવાદ
મોબાઈલ નંબર :- ૯૭૨૪૬૬૪૪૬૦, ૯૯૦૪૯૬૨૨૪૯
YOUTUBE LINK :-
