વેલેન્ટાઈન ડે 2026 ના રોજ આવનારી ગુજરાતી ફિલ્મ KUKA ની સંપૂર્ણ ટીમ મીડિયા તથા કમ્યુનિટી પેજિસ સાથે એકત્ર થઈ હતી. આ પ્રસંગે ફિલ્મ વિશે મહત્વપૂર્ણ માહિતી શેર કરવામાં આવી હતી તેમજ ફિલ્મની કહાની, વિષય અને પ્રસ્તુતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
Maruti Art ફિલ્મ્સ દ્વારા રજૂ થતી ફિલ્મ KUKA નું નિર્માણ D.H. પટેલ દ્વારા કરવામાં આવ્યું છે અને દિગ્દર્શન હિમાન્શુ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મને પ્રણવ દેસાઈ અને જુહી દેસાઈ દ્વારા પ્રેઝેન્ટ કરવામાં આવી રહી છે. ફિલ્મની કહાની અને લેખન શ્રીકાંત રાઠોડ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી (DOP) M.K. સભાણી દ્વારા કરવામાં આવી છે.
ફિલ્મના ડાન્સ સિક્વન્સને રાજ સિનેજિયા દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યા છે. ફિલ્મનું સંગીત મિકુલ સોની દ્વારા આપવામાં આવ્યું છે અને ગીતોને અવાજ આપ્યો છે અરવિંદ વેગડા, ઉમેશ બારોટ અને મિકુલ સોની એ.ગીતોના શબ્દો હિમાન્શુ પટેલ, જય કવિ અને નૃતિ શાહ દ્વારા લખાયા છે.
ફિલ્મ KUKA માં મુખ્ય ભૂમિકાઓમાં સમર્થ શર્મા, મોહિત શર્મા, ઉત્કર્ષ ખત્રી, મેઘા ભટ્ટી, ક્રિતિકા સોની, ડેન્સી પટેલ, ધૃતિ પટેલ અને ચેતન દૈયા નજરે પડશે.
પ્રેસ સાથેની વાતચીત દરમિયાન ટીમે જણાવ્યું હતું કે ફિલ્મના કેટલાક મહત્વપૂર્ણ દૃશ્યો ગોવા માં શૂટ કરવામાં આવ્યા છે, જે ફિલ્મને અલગ અને ભવ્ય વિઝ્યુઅલ લુક આપશે. ટીમે વધુમાં જણાવ્યું કે KUKA એક એવી ગુજરાતી ફિલ્મ છે જેમાં દમદાર કહાની, મજબૂત પાત્રો અને ભરપૂર મનોરંજનનો સુંદર સમન્વય જોવા મળશે.
ફિલ્મ KUKA ટૂંક સમયમાં તમારા નજીકના સિનેમાઘરોમાં રજૂ થવા જઈ રહી છે ત્યારે ફિલ્મના માર્કેટિંગ અને પ્રમોશનની જવાબદારી Surprises Inside (ચર્ચિલ પનવાર) દ્વારા સંભાળવામાં આવી રહી છે.
INSTAGRAM LINK :-
https://www.instagram.com/reel/DL7j6gAsi27/?utm_source=ig_web_copy_link
