નવરંગપુરા ગામમાં આવેલા અંબાજી માતા ના મંદિરમાં ગૌરીવ્રત કરતી 31 છોકરીઓને નવરંગપુરા મહિલા મોરચાની કાઉન્સિલરો અને હોદ્દેદાર બહેનો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. ગૌરીવ્રત કરતી 31 છોકરીઓને ઉપસ્થિત બહેનો દ્વારા ફળ ફળાદિ, ડ્રાયફ્રુટ, ચુંદડી આપવામાં આવી હતી. આ ઉપરાંત બહેનોએ દીકરીઓને ફરાળ પણ પીરસ્યુ હતું સાથે સાથે દીકરીઓને ભેટ પણ આપી હતી.
અમદાવાદ શહેરની મધ્યમાં આવેલા આશ્રમરોડ પર રેલવે ફાટક પાસે નવરંગપુરા ગામમાં મા અંબાજીનું મંદિર લગભગ ૪૦૦ વર્ષ જૂનું છે. વર્ષો પહેલા આ સ્થળે માતાજીની નાનકડી દેરી હતી. શહેરના વિકાસ સાથે નાની દેરી આજે અઘ્યતન સ્વરૂપે સુંદર મંદિરમાં રૂપાંતરીત થયી છે.
મા અંબાજીની ચાર ફૂટ ઉંચી સુંદર મુર્તિ જયપુરથી લાવી સ્થાપિત કરવામાં આવી છે. મંદિરની બહારના ભાગમાં હનુમાનજી મહારાજની સુંદર મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. મંદિરની સામે જ પરિસરમાં ગબ્બર બનાવવામાં આવ્યો છે જે મંદિરનું આકર્ષણ છે. ગબ્બર જોતાની સાથે જ મોટાં અંબાજી મંદિરના ગબ્બરના દર્શન કરતા હોવાની અનુભૂતિ થાય છે.
