ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જૂન-જુલાઈ 2025 દરમિયાન લેવાયેલી ધોરણ 10 (SSC)ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ gseb.org વેબસાઇટ અને વોટ્સએપ દ્વારા પોતાનું પરિણામ ચકાસી શકશે
અગાઉ માર્ચ મહિનામાં લેવાયેલી મુખ્ય પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયમાં નપાસ થયા હતા, તેમનું શૈક્ષણિક વર્ષ બગડે નહીં તે હેતુસર આ પૂરક પરીક્ષાનું આયોજન 23 જૂન, 2025થી 3 જુલાઈ, 2025 દરમિયાન કરવામાં આવ્યું હતું.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવ્યું છે કે, ધોરણ-10 (એસ.એસ.સી)ની પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.
