Business News Entertainment News Gujarat Technology World

GVFL દ્વારા અદિતિ ટોય્સ માં ₹36 કરોડનું રોકાણ; દેશી રમકડાં ઉત્પાદનને મળશે નવી ગતિ

Views: 260
0 0
Spread the love
Read Time:3 Minute, 36 Second

• મેક ઇન ઇન્ડિયા’ને મજબૂત બનાવવા રાજકોટની કંપની દેશી તેમજ વૈશ્વિક બજારોમાં વિસ્તરણ કરશે

અમદાવાદ: ભારતના વધતા રમકડાં ઉત્પાદન ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપતા વેન્ચર કેપિટલ ફર્મ GVFL એ રાજકોટ સ્થિત અદિતિ ટોય્સ પ્રાઇવેટ લિમિટેડ માં ₹36 કરોડનું રોકાણ કર્યું છે. કંપની દેશમાં સૌથી મોટા સંકલિત (ઇન્ટિગ્રેટેડ) રમકડાં ઉત્પાદન કેન્દ્રોમાંથી એક વિકસાવી રહી છે. ભારત સરકારે દેશી રમકડાંના ઉત્પાદનને પ્રોત્સાહન આપી આયાત પરનો આધાર ઘટાડવાનો પ્રયાસ શરૂ કર્યો છે, એવા સમયમાં આ રોકાણ મહત્વપૂર્ણ ગણાય છે.

આ ફંડિંગ રાઉન્ડમાં કંપનીના સ્થાપકોના પરિવારજનો અને નજીકના રોકાણકારોએ પણ ભાગ લીધો છે. નવા મળેલા મૂડીભંડોળનો ઉપયોગ ઉત્પાદન વિકાસ, નવી ડિઝાઇન, તેમજ ભારત અને વૈશ્વિક બજારોમાં વ્યવસાય વિસ્તરણ માટે કરવામાં આવશે.

રાજકોટમાં સુભાષ ઝાલા અને અરવિંદ ઝાલા દ્વારા 2015માં સ્થાપિત અદિતિ ટોય્સ શરૂઆતમાં નાની ભાગીદારી ફર્મ તરીકે શરૂ થઈ હતી. આજે કંપની એક સંકલિત રમકડાં ઉત્પાદક તરીકે વિકસી છે, જ્યાં એક જ છત નીચે દેશના મોટા ઉત્પાદન પ્લાન્ટમાં વિવિધ પ્રકારના રમકડાં બનાવવામાં આવે છે. કંપની પ્લાસ્ટિક, ડાઈ-કાસ્ટ, ઇલેક્ટ્રિક, STEM, સિલિકોન, લાકડાના તેમજ ‘રાઇડ-ઓન’ રમકડાં ડિઝાઇન અને ઉત્પાદન કરે છે. કંપની ખાસ કરીને સુરક્ષા, નવીનતા અને બાળકોના બુદ્ધિ વિકાસને ધ્યાનમાં રાખીને ઉત્પાદનો વિકસાવે છે.

અદિતિ ટોય્સ હાલમાં દેશભરમાં 150થી વધુ ડિસ્ટ્રિબ્યુટર્સ અને લગભગ 15,000 રિટેલર્સ સાથે કામ કરે છે. કંપનીનું વિતરણ નેટવર્ક જનરલ ટ્રેડ, મોડર્ન ટ્રેડ, ઈ-કોમર્સ અને પોતાની સીધી ગ્રાહક સુધી પહોંચતી (D2C) ચેનલ્સ સુધી વિસ્તરેલું છે. કંપનીનું ફ્લેગશિપ બ્રાન્ડ ‘Chanak – The Smartest Kid’ હેઠળ ઉત્પાદનો બજારમાં ઉપલબ્ધ છે.

GVFL ના મેનેજિંગ ડિરેક્ટર મિહિર જોષીએ જણાવ્યું હતું:“ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ, ગુણવત્તા અને મજબૂત વિતરણ વ્યવસ્થામાં અદિતિ ટોય્સ એ નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે. અમને વિશ્વાસ છે કે કંપની પ્રીમિયમ સેગમેન્ટમાં અગ્રણી ભારતીય રમકડાં બ્રાન્ડ તરીકે ઉભરી શકે છે અને દેશની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.”

કંપનીના સ્થાપકો સુભાષ ઝાલા અને અરવિંદ ઝાલાએ જણાવ્યું હતું:“GVFLનું રોકાણ છેલ્લા દાયકામાં અમે ઊભી કરેલી વિશ્વસ્તરીય ઉત્પાદન ક્ષમતા અને વિતરણ વ્યવસ્થાની માન્યતા સમાન છે. હવે અમે પ્રીમિયમ અને એક્સપોર્ટ કેટેગરીમાં નવીનતા વધારવા સાથે ભારતને આયાતી રમકડાં પરની નિર્ભરતા ઘટાડવા માટે વધુ ઝડપથી આગળ વધશું.”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *