રાજકોટ: રાજકોટ શહેરના કેસરધાની રિસોર્ટમાં ગ્રોથ એવોર્ડ્સના 10માં એડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બોલીવુડના દિગ્ગજ એક્ટર અને ધુરંધર ફેમ રાકેશ બેદી પણ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતાં. તેમની સાથે દર્શના બારોટ, મયુર ચૌહાણ, સંદીપ સોની, દર્પણ કેવડિયા જેવા વિશેષ અતિથિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ એવોર્ડ શોના મીડિયા પાર્ટનર ગુજરાત બેલી ન્યુઝના માલિક અને તંત્રી શ્રી મયુરભાઈ ઠક્કર પણ હાજર રહ્યા હતાં.
આ કાર્યક્રમ અંતર્ગત 30થી વધારે કંપનીઓએ નામાંકન કરાવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમા તમામ કંપનીઓએ તેમના કામબદલ ટ્રોફી આપીને નવજવામાં આવ્યા હતા.
આ એવોર્ડ શોના મીડિયા પાર્ટનર ગુજરાત બેલી ન્યુઝના માલિક અને તંત્રી શ્રી મયુરભાઈ ઠક્કર પણ હાજર રહ્યા હતાં.
આ એવોર્ડ શોનો મુખ્ય હેતુ જે પણ ઉદ્યોગ સાહસિકો એ પોતાના વ્યવસાયમાં ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હોય તેમને સન્માનિત કરવાનો હતો.
રાજકોટ શહેરના કેસરધાની રિસોર્ટમાં યોજાયેલા આ એવોર્ડ શોના સ્પોન્સર વન સ્ટોપ ઈમિગ્રેશન સોલ્યુશન, ઓનલાઈન ગૉલ્ડ જ્વેલરી સ્પૉન્સર સર્વમ્ ગૉલ્ડ બાઈટ્સ પ્રાઈવેટ લિમીટેડ તેમજ હોસ્પિટાલિટી પાર્ટનર કેસરધની હતા.
આ એવોર્ડ શો માં 120થી વધારે આમંત્રિતોની ઉપસ્થિતિ ગ્રોથ એવોર્ડ્સના 10માં એડિશનના શૉની સફળતા દર્શાવે છે.
