• ઉચ્ચ ગુણવત્તાવાળું IIT શિક્ષણ વધુ વિશાળ અને વિવિધ પૃષ્ઠભૂમિવાળા શીખનારાઓ સુધી પહોંચાડવાના હેતુથી તૈયાર કરાયેલા આ પ્રોગ્રામ્સ ધોરણ 12 પૂર્ણ કરનાર કોઈપણ વ્યક્તિ માટે ખુલ્લા છે, અને તેમાં વયની કોઈ મર્યાદા નથી ¡¡
ચેન્નઈ : ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી મદ્રાસ (IIT મદ્રાસ) ના BS ડિગ્રી પ્રોગ્રામ્સ માટે 2026ના શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 31મી મે 2026 છે. ઉચ્ચ ગુણવત્તાવાળું IIT શિક્ષણ વધુ વિશાળ અને વિવિધ પૃષ્ઠભૂમિવાળા શીખનારાઓ સુધી પહોંચાડવાના હેતુથી તૈયાર કરાયેલા આ પ્રોગ્રામ્સ ધોરણ 12 પૂર્ણ કરનાર કોઈપણ વ્યક્તિ માટે ખુલ્લા છે, અને તેમાં વયની કોઈ મર્યાદા નથી.
ડેટા સાયન્સ એન્ડ એપ્લિકેશન્સમાં BS, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સમાં BS, મેનેજમેન્ટ એન્ડ ડેટા સાયન્સમાં BS તથા એરોનોટિક્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજીમાં BS – આવા ચાર અલગ-અલગ પ્રોગ્રામ્સ તરીકે ઓફર કરવામાં આવતી આ ડિગ્રીઓ એવી અનોખી રીતે રચાયેલ છે કે જેને સ્વતંત્ર લાયકાત તરીકે અથવા નિયમિત કોલેજ ડિગ્રીની સાથે પણ કરી શકાય છે.
આ પ્રોગ્રામ્સ મુખ્યત્વે ઑનલાઈન માધ્યમથી ચલાવવામાં આવે છે, જ્યારે શૈક્ષણિક ગુણવત્તા અને લવચીકતા સુનિશ્ચિત કરવા માટે સમગ્ર ભારતમાં સ્થિત કેન્દ્રોમાં રૂબરૂ પરીક્ષાઓ લેવામાં આવે છે. શીખનારાઓ પોતાની ગતિએ અભ્યાસમાં આગળ વધી શકે છે અને તેમના શૈક્ષણિક તથા કારકિર્દી સંબંધિત લક્ષ્યો અનુસાર સર્ટિફિકેટ, ડિપ્લોમા અથવા ડિગ્રી જેવા વિવિધ પૂર્ણતા વિકલ્પોનો લાભ મેળવી શકે છે.
અરજી કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓ વધુ માહિતી માટે સત્તાવાર પોર્ટલની મુલાકાત લઈ શકે છે. 31મી મે 2026 અરજી કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી હોવાથી, રસ ધરાવતા શીખનારાઓ https://study.iitm.ac.in દ્વારા અરજી કરી શકે છે.
આ પ્રોગ્રામ્સ વિશે વાત કરતાં, IIT મદ્રાસના ડીન (એકેડેમિક કોર્સિસ) પ્રો. પ્રતાપ હરિદાસે જણાવ્યું હતું કે, “આ BS ડિગ્રી પ્રોગ્રામ્સ વિદ્યાર્થીઓને ગુણવત્તા સાથે કોઈ સમાધાન કર્યા વગર લવચીકતા પૂરી પાડવા માટે રચવામાં આવ્યા છે. અમે જોઈ રહ્યા છીએ કે શીખનારાઓમાં, તેમની પ્રાથમિક ડિગ્રી ગમે તે હોય છતાં, ડેટા, ટેક્નોલોજી અને આંતરવિષયક વિચારસરણીમાં મજબૂત પાયો ઉભો કરવાની જરૂરિયાત સતત વધી રહી છે. આ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને અન્ય શૈક્ષણિક અથવા વ્યાવસાયિક માર્ગો સાથે આગળ વધતાં IIT મદ્રાસ સ્તરની શિક્ષણ મેળવવાની તક આપે છે, જેના કારણે તેમની કારકિર્દીની તકોમાં નોંધપાત્ર વધારો થાય છે.”
‘ફ્યુચર રેડી સ્કિલ્સ’ !!
જેમ જેમ કારકિર્દીના માર્ગોમાં સતત પરિવર્તન આવી રહ્યું છે અને ઉદ્યોગોની અપેક્ષાઓ વિસ્તરી રહી છે, તેમ IIT મદ્રાસ લવચીક શૈક્ષણિક મોડલ દ્વારા શીખનારાઓને ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યો વિકસાવવા સક્ષમ બનાવી રહ્યું છે, જે ભૂગોળ, પરંપરાગત પ્રવેશ પ્રક્રિયા અને કઠોર શૈક્ષણિક માળખા સંબંધિત અવરોધોને દૂર કરે છે.
પરંપરાગત એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સથી ભિન્ન રીતે, BS ડિગ્રી પ્રોગ્રામ્સમાં પ્રવેશ મેળવવા માટે જોઈન્ટ એન્ટ્રન્સ એઝામીનેશન (JEE) પાસ કરવું જરૂરી નથી. તેના બદલે, વિદ્યાર્થીઓ ક્વોલિફાયર પ્રક્રિયા દ્વારા પ્રવેશ મેળવી શકે છે, જેના કારણે IIT મદ્રાસનું શિક્ષણ સમગ્ર દેશના વધુ મોટા વિદ્યાર્થી સમુદાય માટે સુલભ બન્યું છે.
BS ડિગ્રી પ્રોગ્રામ્સની એક વિશેષતા એ છે કે તે અન્ય અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો સાથે સુસંગત છે. BCom, BSc, BBA અથવા એન્જિનિયરિંગ ડિગ્રીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એકસાથે IIT મદ્રાસના BS પ્રોગ્રામ્સમાં પણ પ્રવેશ લઈ શકે છે, જેના દ્વારા તેઓ તેમના મુખ્ય શૈક્ષણિક વિષય સાથે પોતાની વિશ્લેષણાત્મક, તકનીકી અને નિર્ણય લેવાની ક્ષમતાઓને વધુ મજબૂત બનાવી શકે છે.
આ ડ્યુઅલ-ડિગ્રી લવચીકતા આજના રોજગાર ક્ષેત્રમાં વધુ મહત્વપૂર્ણ બની રહી છે, જ્યાં સંસ્થાઓ એવા ગ્રેજ્યુએટ્સની શોધમાં છે જે વિષય નિષ્ણાતિને મજબૂત ડેટા આધારિત અને આંતરવિષયક સમસ્યા ઉકેલવાની કુશળતાઓ સાથે જોડીને કામ કરી શકે.
સમગ્ર ભારતમાંથી દસીઓ હજાર શીખનારાઓ પહેલેથી જ નોંધાયેલા હોવાથી, BS ડિગ્રી પ્રોગ્રામ્સ મોટા પાયે વિશ્વસ્તરીય શિક્ષણ સુધી સૌની પહોંચ સુનિશ્ચિત કરવાની IIT મદ્રાસની દ્રષ્ટિને પ્રતિબિંબિત કરે છે. સર્વસમાવેશક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે, સંસ્થા આર્થિક રીતે પછાત પૃષ્ઠભૂમિવાળા પાત્ર વિદ્યાર્થીઓને 75 ટકા સુધીની ફી સહાય પણ પૂરી પાડે છે, જેથી આર્થિક મર્યાદાઓ અભ્યાસમાં અવરોધ ન બને.
આ પ્રોગ્રામ્સ માટેનો અભ્યાસક્રમ ઉદ્યોગ તથા શૈક્ષણિક નિષ્ણાતો સાથે પરામર્શ કરીને તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં પ્રાયોગિક અભ્યાસ, વાસ્તવિક જીવનમાં ઉપયોગિતા અને નવી ઉભરતી ટેક્નોલોજી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને ડેટા વિશ્લેષણ, બિઝનેસ નિર્ણય પ્રક્રિયા, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ તથા એરોસ્પેસ ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં અનુભવ પ્રાપ્ત થાય છે, જે તેમને ઝડપથી વિકસતી કારકિર્દી તકો માટે તૈયાર કરે છે.
IIT મદ્રાસ અંગે :-
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ (IITM) ની સ્થાપના ૧૯૫૯ માં ભારત સરકાર દ્વારા ‘રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે કરવામાં આવી હતી. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિવિધ ક્ષેત્રોમાં સંસ્થાની પ્રવૃત્તિઓ ૧૮ શૈક્ષણિક વિભાગો અને અનેક અદ્યતન આંતરશાખાકીય સંશોધન શૈક્ષણિક કેન્દ્રોમાં હાથ ધરવામાં આવે છે.
સંસ્થા વિવિધ વિશેષતાઓમાં બી.ટેક., એમ.એસસી., એમ.બી.એ., એમ.ટેક., એમ.એસ. અને પીએચ.ડી. ડિગ્રી તરફ દોરી જતા અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક કાર્યક્રમો પ્રદાન કરે છે. IITM એક રહેણાક સંસ્થા છે જેમાં ૬૫૦ થી વધુ ફેકલ્ટી અને ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ છે. ૧૮ દેશોના વિદ્યાર્થીઓ અહીં નોંધાયેલા છે. IITM મજબૂત અભ્યાસક્રમ સમર્થન સાથે અને IITM ઇન્ક્યુબેશન સેલ દ્વારા સક્રિય ઉદ્યોગસાહસિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે.OF TECA૨૦૧૯ માં ઇન્સ્ટિટ્યૂશન ઓફ એમિનન્સ (IOE) તરીકે માન્યતા પ્રાપ્ત.
IITM ને ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા જાહેર કરાયેલ ઇન્ડિયા રેન્કિંગ ૨૦૨૫ માં સતત સાતમા વર્ષે ‘ઓવરઓલ’ કેટેગરીમાં નંબર ૧ સ્થાન આપવામાં આવ્યું છે. આ સંસ્થાને ૨૦૧૬ થી ૨૦૨૫ સુધી સતત ૧૦ વર્ષ સુધી – સમાન રેન્કિંગમાં ‘એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂશન્સ’ કેટેગરીમાં પણ નંબર ૧ સ્થાન આપવામાં આવ્યું છે.આ ઉપરાંત. IIT મદ્રાસે 2025 માં રજૂ કરાયેલા સસ્ટેનેબિલિટી ડેવલપમેન્ટ ગોલ્સ’ (SDC) ની શ્રેણીમાં પણ પ્રથમ ક્રમ મેળવ્યો અને ‘ઇનોવેશન્સ’ શ્રેણી (અગાઉ અટલ રેન્કિંગ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ ઓન ઇનોવેશન સિદ્ધિઓ તરીકે ઓળખાતી) માં #1 ક્રમ મેળવ્યો, જે પાછલા વર્ષે સમાન શ્રેણીમાં #2 ના સ્થાન પર સુધારો થયો.2023 માં, IIT મદ્રાસ ઝાંઝીબાર, તાન્ઝાનિયામાં ‘IIT મદ્રાસ ઝાંઝીબાર’ નામનું આંતરરાષ્ટ્રીય કેમ્પસ સ્થાપિત કરનાર પ્રથમ IIT બન્યું.
Follow IIT Madras on :- FACEBOOK/TWITTER/LINKEDIN/INSTAGRAM/
YOUTUBE
