Entertainment News Gujarat Local News Technology World

સાસણ ગીરમાં પ્રથમવાર યોજાયો “ઇન્ટરનેશનલ ક્રિએટર્સ એવોર્ડ્સ – 2026” નો ભવ્ય મહોત્સવ !!

Views: 196
1 0
Spread the love
Read Time:3 Minute, 30 Second

• બોલિવૂડ અને ડિજિટલ જગતના દિગ્ગજોની ઉપસ્થિતિએ ગીરમાં વધારી શોભા !!

• 200 બિલિયનથી વધુ ડિજિટલ રીચ સાથે સર્જાયો ઐતિહાસિક કાર્યક્રમ !!

• ક્રિએટર્સ, ઉદ્યોગપતિઓ અને ફિલ્મ જગતને એક મંચ પર લાવતો આ અનોખો પ્રયાસ !!

• સાસણ ગીર ખાતે પ્રથમવાર ભવ્ય સ્તરે “ઇન્ટરનેશનલ ક્રિએટર્સ એવોર્ડ્સ 2026”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોડવાડિયા તથા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના ક્રિએટર્સ, ઉદ્યોગપતિઓ તથા ફિલ્મ જગતના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો જોડાયા હતા. સાથે જ બોલિવૂડના જાણીતા કલાકારો આયુષ્માન ખુરાના, રકુલ પ્રીત સિંહ અને વામિકા ગબ્બીએ પોતાની ઉપસ્થિતિથી કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો.

સાસણ ગીર જેવી વૈશ્વિક ઓળખ ધરાવતી ધરતી પર પ્રથમવાર આ પ્રકારનો વિશાળ અને ભવ્ય એવોર્ડ સમારોહ યોજાતા સમગ્ર કાર્યક્રમને ઐતિહાસિક ગણાવવામાં આવી રહ્યો છે.

કાર્યક્રમનું આયોજન “ધ બોલિવૂડ હબ” અને “રેડ ચેરી એન્ટરટેઇનમેન્ટ” દ્વારા કરવામાં આવ્યું હતું.

https://www.instagram.com/reel/DYJN2lNI0gj/?igsh=MWQ4NzA3d2w1N3ZkMA==

https://www.instagram.com/reel/DYJMi6RIYOx/?igsh=OHpkMmd6aXRzZGlu

https://www.instagram.com/reel/DYJVNNdsDdW/?igsh=Y2E1b3N5dG4zYXZt

https://www.instagram.com/reel/DYJmRWEssP2/?igsh=MWN4bXp2NTlmb2Yycw==

https://www.instagram.com/reel/DYMPj_ks4qH/?igsh=MWRxbHB6YW0xZG1nOQ==

ઇન્ટરનેશનલ ક્રિએટર્સ એવોર્ડ્સના ફાઉન્ડર અને ક્યુરેટર રિધમ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “આ પ્લેટફોર્મ ક્રિએટર્સ, ઉદ્યોગપતિઓ અને ફિલ્મ જગતના પ્રતિભાશાળી લોકોનું સન્માન અને પ્રોત્સાહન આપતું એક વિશાળ વૈશ્વિક મંચ છે. કાર્યક્રમને વિશ્વભરમાંથી અદભૂત પ્રતિસાદ મળ્યો છે.”

આ એવોર્ડ સમારોહ માત્ર મનોરંજન અને સન્માન પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ સાસણ ગીરને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહિત કરવાનો પણ મુખ્ય હેતુ રહ્યો હતો.

• કાર્યક્રમ દ્વારા ગીરની પ્રાકૃતિક સુંદરતા, પર્યટન અને વૈશ્વિક ઓળખને ડિજિટલ માધ્યમથી વિશ્વભરમાં પહોંચાડવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો !!

• દેશ-વિદેશના ક્રિએટર્સ, ઇન્ફ્લુએન્સર્સ અને મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા ગીરની વિશેષતાઓને વૈશ્વિક સ્તરે રજૂ કરવામાં આવતા ગુજરાતના ગૌરવ સમાન ગીરને નવી વૈશ્વિક ઓળખ મળી હતી !!

• આ આયોજન દ્વારા “વાઇબ્રન્ટ ગુજરાત”ની ભાવનાને વધુ મજબૂત બનાવતાં ગીરને આંતરરાષ્ટ્રીય ટૂરિઝમ મેપ પર વધુ અસરકારક રીતે સ્થાપિત કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ સફળ રહ્યો હતો !!

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *