ગુજરાત સાયન્સ સિટી ખાતે રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. “Technology Advancement for Viksit Bharat” થીમ આધારિત આ કાર્યક્રમમાં વિવિધ ઇજનેરી અને પોલિટેકનિક કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ દરમિયાન “India Technology Senate 2026” અંતર્ગત વિદ્યાર્થીઓની 28 ટીમો એ 28 રાજ્યો અને 8 ટીમોએ 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સમસ્યાઓનું સમાધાન કેવી રીતે કરી શકાય તે વિશે પોતાના મંતવ્યો રજુ કર્યા હતા. જેનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં રાજ્ય દ્વારા ટેક્નોલોજીના ક્ષેત્રમાં કેવી હરણફાળ ભરાઈ રહી છે તેમજ ઈનોવેશન વિશે વિદ્યાર્થીઓએ માહિતી આપી હતી સાથે જ “Technology Quiz” નું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજના ડૉ. પ્રોફ. પિંકલ બ્રહ્મભટ્ટ, પ્રોફ. ઘનશ્યામ શાહ તેમજ ગુજરાત સાયન્સ સિટીના જનરલ મેનેજર ડૉ. વ્રજેશ પરીખ તેમજ ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના ડૉ. હિતેશ પંચાલ, પ્રોફ. મિહીર દવે એ કાર્યક્રમના અંતમાં રિઝોલ્યુશન જાહેર કર્યું હતું. પ્રોફ. કેરોલિન શાહ એ ગુજરાત સાયન્સ સિટીના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને આધુનિક ટેક્નોલોજી, સંશોધન અને નવીનતા ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે વિકસિત ભારતમાં ટેક્નોલોજીનો શું ફાળો અને રાજ્યો એકબીજાની કેવી રીતે મદદ કરી શકશે તે અંગે ઠરાવ કરવામાં આવ્યા હતા.
