• શ્રી માજીસા કેટરર્સ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા ભોજન નું આયોજન કરવામાં આવ્યું !!
અમદાવાદ શહેરમાં પડેલા ધોધમાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ જળમગ્ન બનતા અનેક પરિવારો પોતાના ઘરમાં જ કેદ થવા મજબૂર બન્યા છે. આવા કઠિન અને આપત્તિના સમયમાં કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ પરિવાર ભૂખ્યો ન રહે, તેવા ઉમદા હેતુથી સનાતન યુવા ક્લબ & ઉડાન મારવાડી મહિલા સમિતિ ( અખિલ ભારતીય મારવાડી મહિલા સંમેલન ના અનુસંધાને ) દ્વારા આગળ આવીને સરાહનીય સેવાકાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
સનાતન યુવા ક્લબના યુવાનો અને ઉડાન મારવાડી મહિલા સમિતિ ( અખિલ ભારતીય મારવાડી મહિલા સંમેલન ના અનુસંધાને ) દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારો સુધી, જ્યાં જ્યાં પાણી ભરાવાના કારણે લોકો સુધી મદદ પહોંચવી મુશ્કેલ હતી, ત્યાં આ યુવાનો જાતે જઈને લોકો સુધી ભોજન, કપડા, બાળકો માટે ચોકોલેટ પહોંચાડી.
સનાતન યુવા ક્લબના એક સભ્યના જણાવ્યા અનુસાર:
“આપત્તિ ગમે તેટલી મોટી હોય, જો સમાજના યુવાનો એક થઈ જાય તો કોઈ પરિવાર નિરાધાર નથી રહેતો. અમારો એક જ લક્ષ્ય છે – આ મુશ્કેલ સમયમાં અમદાવાદનો કોઈ પણ નાગરિક ભૂખ્યો ન ઊંઘે.”
આપત્તિના આ કાળમાં સનાતન યુવા ક્લબ અને ઉડાન મારવાડી મહિલા સમિતિ ( અખિલ ભારતીય મારવાડી મહિલા સંમેલન ના અનુસંધાને )નું આ કાર્ય માત્ર દાન નથી, પરંતુ અનેક નિરાધાર પરિવારો માટે આશાનું કિરણ બન્યું છે. યુવાનોની આ અવિરત સેવા અને માનવતાના કાર્યને સમગ્ર અમદાવાદ સલામ કરી રહ્યું છે.
• • • શ્રી માજીસા કેટરર્સ ઇવેન્ટ મેનેજમેન્ટ:-