Delhi Public School – Bopal ની, અમદાવાદની Grade XI ની વિદ્યાર્થીની ૠશાનવી જોશીએ રમતગમતમાં શાનદાર પ્રદર્શન કર્યો છે. તેણે ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે યોજાયેલી ‘ગુજરાત સ્ટેટ જુનિયર એથ્લેટિક્સ મીટ’માં જોરદાર દેખાવ કર્યો હતો.
પોતાની જબરદસ્ત સ્પીડ અને મજબૂત મનોબળના જોરે ૠશાનવીએ 100 મીટર અને 200 મીટર એમ બંને દોડમાં પ્રથમ ક્રમાંક મેળવીને રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે.તેના આ જોરદાર પ્રદર્શનને કારણે હવે તેને પંજાબના લુધિયાણામાં થનારી નેશનલ યુથ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે. રાષ્ટ્રીય સ્તરે રમવાથી તેને નવો અનુભવ મળશે અને ઘણું શીખવા મળશે, જે તેની આગળની સફરને વધુ મજબૂત બનાવશે.
ૠશાનવીની આ સફળતા તેની રોજની મહેનત, શિસ્ત અને રમત પ્રત્યેના સાચા સમર્પણનું પરિણામ છે. તેની આ સિદ્ધિ DPS – Bopal અને આખી સ્કૂલના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ માટે ખૂબ જ ગર્વની વાત છે.આ મોટી સફળતા બદલ સ્કૂલ પરિવાર ૠશાનવીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને તે ભવિષ્યમાં રમતગમતની દુનિયામાં હજુ ઊંચી ઊંચાઈઓ સર કરે તેવી દિલથી શુભેચ્છાઓ પાઠવે છે.