અવ્વલ કન્યા ગૃહ
સમાજની દીકરીઓ માટે એક સુરક્ષિત અને પ્રેમાળ ઘર બનાવવાનો અમારો નાનો પ્રયાસ
અમે આનંદ સાથે જણાવીએ છીએ કે ૧૦૦ દીકરીઓની ક્ષમતા ધરાવતા નિવાસ માટે અહીં નિરાધાર, અનાથ, આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓ, તેમજ સિંગલ પેરન્ટની દીકરીઓને સંપૂર્ણ મફત રહેવાની વ્યવસ્થા આપવામાં આવશે.
અવ્વલ ફાઉન્ડેશન દીકરીઓ માટે નીચેની તમામ જવાબદારી ઉઠાવશે:
• સુરક્ષિત નિવાસ
• પોષણયુક્ત ભોજન
• શિક્ષણમાં સંપૂર્ણ સહાય
• સંસ્કાર અને માર્ગદર્શન
• ભવિષ્ય માટે મજબૂત આધાર
• ઉંમર મર્યાદા: ૦૭ થી ૧૭ વર્ષ ¡¡¡
અમારો હેતુ માત્ર આશ્રય આપવાનો નથી, પરંતુ દરેક દીકરીને સન્માનપૂર્ણ જીવન, શિક્ષણ અને સ્વાભિમાનભર્યું ભવિષ્ય આપવા નો છે. જરૂર પડે ત્યાં દીકરીના લગ્નની જવાબદારી પણ અવ્વલ ફાઉન્ડેશન સંભાળશે.
“દીકરીને સુરક્ષિત ભવિષ્ય એ અમારો સંકલ્પ છે.
જો તમારા જાણમાં કોઈ એવી દીકરી હોય જેને સાચા અર્થમાં સહારો જોઈએ છે, તો કૃપા કરીને આ માહિતી જરૂર સુધી પહોંચાડશો.
એક નાની માહિતી કોઈ દીકરીનું આખું જીવન બદલાવી શકે છે.
Avval Foundation(સમાજની દીકરીઓ માટે સમર્પિત)
સરનામું:અવ્વલ ફાઉન્ડેશન અવ્વલ કન્યા ગૃહ, દેવભૂમિ એપાર્ટમેન્ટ બલોલ નગર બ્રીઝ ની નીચે રાણીપ, અમદાવાદ સંચાલક ટ્રસ્ટી: શીતલ અભિસાર કલાલ
સંપર્ક:મો :7990490105
મો: 7041415848 – હિમાશું મકવાણા
