Ahmedabad News Business News Entertainment News Gujarat Technology World

ઉમંગ સે પતંગ’ફાઉન્ડેશનની અનોખી પહેલ- બીલીવ ફાઉન્ડેશન ના બાળકોના જીવનમાં ઉમંગનો રંગ ભરે છે પતંગ

Views: 212
3 0
Spread the love
Read Time:1 Minute, 54 Second

અમદાવાદના ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રી અસ્મિતા ઠક્કર, ડિરેક્ટર શ્રી પિન્કી બેન મોદી અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખો સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ પહેલ બીલીવ ફાઉન્ડેશન ના બાળકો માટે અમદાવાદના એલિસબ્રીજ ખાતે આવેલી પતંગ હોટલમાં એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

હંમેશા સમાજ માટે ઉપયોગી અને પ્રેરણાદાઈ કામો કરનાર’ ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક શ્રી ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખી સામજિક પહેલ કરવામાં આવી હતી આ આયોજન દરમિયાન બાળકોને વિવિધ ગેમ રમાડવામાં આવશે ગિફ્ટ આપવામાં આવશે સાથે પતંગ હોટલના ફૂડનો સ્વાદ પણ મળવા મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પતંગ હોટેલ દ્વારા એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટ અંતર્ગત તેઓ દર અઠવાડિયે એક એનજીઓની મદદથી અંદાજીત એવા ૫૦ બાળકોને પતંગ હોટેલમાં લાવી રહ્યા છે, જે ઊંચાઈએ થી અમદાવાદનો નજારો નિહાળી શકે, સાથો-સાથ હોટેલની મુલાકાત અને ભોજનના આસ્વાદ પણ માણી શકે.

આમ, અમદાવાદની આન, બાન અને શાન ગણાતી એવી હોટલ પતંગમાં આ અઠવાડિયે બીલીવ ફાઉન્ડેશન ના એનજીઓના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરીને તેમના જીવનમાં ઉત્સાહનો ઉમંગ ભર્યો છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *