• “દરેક સલાડમાં સાત્વિકતા અને દરેક સર્વિંગમાં આરોગ્યનો સંદેશ સમાયેલો છે. આ આઉટલેટ અમદાવાદને વધુ સ્વસ્થ બનાવવાના અમારા સંકલ્પની શરૂઆત છે” – દિવ્યા અગ્રવાલ, સ્થાપક, સાત્વિક સલાડ !!
અમદાવાદ: એવા શહેરમાં જ્યાં વ્યસ્ત કામકાજ અને ઝડપી જીવનશૈલીને કારણે સંતુલિત ભોજન માટે સમય કાઢવો મુશ્કેલ બની ગયો છે, ત્યાં સ્વસ્થ ભોજન ખાવું હવે પસંદગી કરતાં વધુ એક પડકાર બની ગયું છે. નોકરી કરતા વ્યવસાયિકો, ઘરથી દૂર રહેતા વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે પૌષ્ટિક, ઘર જેવો સ્વાદ ધરાવતું તેમજ સરળતાથી ઉપલબ્ધ અને વિશ્વાસપાત્ર હોય તેવું ભોજન મેળવવું રોજની સમસ્યા બની ગયું છે.
આ વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમદાવાદની વેલનેસ ફૂડ બ્રાન્ડ સાત્વિક સલાડે પ્રહલાદનગરમાં પોતાનું પ્રથમ હેલ્ધી ફૂડ એક્સપિરિયન્સ આઉટલેટ શરૂ કર્યું છે. આ સાથે કંપનીએ સફળ ક્લાઉડ કિચનમાંથી આગળ વધીને પોતાના પ્રથમ ફિઝિકલ કસ્ટમર એક્સપિરિયન્સ આઉટલેટની શરૂઆત કરી છે. અહીં ક્લિનિકલ દ્રષ્ટિએ પોષણ અને પરંપરાગત સાત્વિક રસોઈના સિદ્ધાંતોને આધારે કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલા સલાડ, પૌષ્ટિક બાઉલ્સ, રેપ્સ, સૂપ, સ્મૂધી અને કોલ્ડ-પ્રેસ્ડ જ્યૂસ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સાત્વિક સલાડની શરૂઆત પાછળ ક્લિનિકલ ડાયેટિશિયન દિવ્યા અગ્રવાલના વર્ષોના અનુભવની પ્રેરણા છે. તેમણે ડાયાબિટીસ, સ્થૂળતા, પીસીઓએસ, થાયરોઇડ સહિત જીવનશૈલી સંબંધિત અનેક આરોગ્ય સમસ્યાઓથી પીડાતા દર્દીઓને લાંબા સમય સુધી માર્ગદર્શન આપ્યું હતું. દર્દીઓ સાથે નજીકથી કામ કરતી વખતે તેમને સમજાયું કે મોટાભાગના લોકો ખરેખર સ્વસ્થ ભોજન ખાવા ઇચ્છે છે. સમસ્યા જાગૃતિની નહોતી, સમસ્યા એ હતી કે પૌષ્ટિક, સ્વાદિષ્ટ, સરળતાથી ઉપલબ્ધ અને રોજિંદા જીવનમાં સહેલાઈથી સામેલ કરી શકાય એવું ભોજન મળતું નહોતું.
સાત્વિક સલાડના આ વિચારને નવી દિશા આંતરરાષ્ટ્રીય ટ્રાયથ્લીટ અને ઉદ્યોગસાહસિક દીપક અગ્રવાલના જોડાવાથી મળી. વ્યવસાયની જવાબદારીઓ વચ્ચે પણ દીપક હંમેશાં ફિટનેસ અને સહનશક્તિ પ્રત્યે સમર્પિત રહ્યા છે. આયર્નમેન ટ્રાયથ્લોન પૂર્ણ કરવી અને ત્યારબાદ 600 કિલોમીટરની સુપર રેન્ડોન્યોર સાયકલિંગ ચેલેન્જ સફળતાપૂર્વક પૂર્ણ કરવાથી તેમનો આ વિશ્વાસ વધુ મજબૂત બન્યો કે સાચી સહનશક્તિ માત્ર કઠોર તાલીમથી જ નહીં, પરંતુ વર્ષો સુધી સ્વચ્છ, પૌષ્ટિક આહાર અને સતત સ્વસ્થ જીવનશૈલી અપનાવવાથી પણ વિકસે છે. આ અનુભવે સાત્વિક સલાડના મૂળ વિચારને વધુ મજબૂત બનાવ્યો કે પૌષ્ટિક ભોજનને લોકોના રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બનાવવો જોઈએ.
‘સાત્વિક સલાડ’ નામ પાછળ પણ એક ખૂબ જ લાગણીસભર કથા જોડાયેલી છે. દીપક અગ્રવાલે પોતાની માતા શ્રીમતી કિરણ અગ્રવાલને સમર્પિત ઋણસભર આ નામ પસંદ કર્યું છે. તેમની પરંપરાગત સાત્વિક રસોઈએ પેઢીઓથી સમગ્ર પરિવારને પોષણ આપ્યું છે. આ વિચારને વ્યવહારુ સ્વરૂપ આપવા માટે દિવ્યાએ પોતાની સાસુ શ્રીમતી કિરણ અગ્રવાલ સાથે મળીને કામ કર્યું. સાત્વિક રસોઈનો તેમનો દાયકાઓનો અનુભવ વૈજ્ઞાનિક પુરાવા આધારિત પોષણને સરળતાથી પચી જાય તેવા, ઘર જેવા સ્વાદ ધરાવતા અને ભારતીય રસોડામાં સહેલાઈથી ઉપલબ્ધ સામગ્રીથી બનતા ભોજનમાં ફેરવવામાં મદદરૂપ બન્યો. શરૂઆતમાં થોડાક દર્દીઓ માટે બનાવવામાં આવેલા વ્યક્તિગત મીલ પ્લાનને અન્ય ગ્રાહકો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો અને ધીમે-ધીમે સાત્વિક સલાડનો પાયો મજબૂત બનતો ગયો.
આ કાફેમાં 25 સેકન્ડની ફેસ સ્કેન ટેકનોલોજી છે જે ત્વચાનો રંગ , મૂડ અને ઘણા પરિબળોના આધારે શરીરને કયા પોષક તત્વોની જરૂર છે તેના આધારે બાઉલની ભલામણ કરે છે. આજે બ્રાન્ડ સબ્સ્ક્રીપ્શન આધારિત એવી સુવિધા આપે છે, જેના દ્વારા ગ્રાહકોને દરરોજ તાજું અને પોષણની દ્રષ્ટિએ સંતુલિત ભોજન તેમના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. ખાસ કરીને નોકરી કરતા લોકો, ઘરથી દૂર રહેતા વિદ્યાર્થીઓ, આરોગ્ય પ્રત્યે જાગૃત લોકો, વરિષ્ઠ નાગરિકો અને જીવનશૈલી સંબંધિત સમસ્યાઓ મેનેજ કરતા દર્દીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી આ સેવા રોજ સ્વસ્થ ભોજનનું આયોજન, તૈયારી અને રસોઈ કરવાની ઝંઝટ દૂર કરે છે અને સાથે જ પોષણમાં સતત સંતુલન જાળવી રાખે છે.
દરેક ભોજન ક્લિનિકલ ડાયેટિશિયન દ્વારા પસંદ કરાયેલી સામગ્રીથી તૈયાર કરવામાં આવે છે. તેમાં ઉપયોગમાં લેવાતા શાકભાજી અને ફળોને વધુ સુરક્ષિત રીતે ખાઈ શકાય તે માટે ઓઝોન વૉશ કરવામાં આવે છે. માત્ર કાચા શાકભાજી પર આધારિત પરંપરાગત સલાડની કલ્પના કરતાં અલગ, સાત્વિક સલાડનું માનવું છે કે ખોરાક સરળતાથી પચી જાય તે પણ એટલું જ મહત્વનું છે. તેથી તેમના મેનૂમાં રાંધેલી, હળવી રીતે સાંતળેલી અને બ્લાંચ કરેલી વાનગીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે પોષક તત્ત્વો જાળવી રાખવાની સાથે પાચનતંત્ર માટે પણ વધુ અનુકૂળ છે. બ્રાન્ડ પ્લાસ્ટિકમુક્ત પેકેજિંગનો ઉપયોગ કરીને વ્યક્તિગત આરોગ્યની સાથે પર્યાવરણના સંરક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે.
સ્વસ્થ ભોજન પીરસવા ઉપરાંત સાત્વિક સલાડ એક મોટા સામાજિક હેતુ સાથે પણ કાર્ય કરે છે. બ્રાન્ડ ટકાઉ ખેતી પદ્ધતિ અપનાવતા ખેડૂતો પાસેથી ગુણવત્તાયુક્ત કૃષિ પેદાશો ખરીદે છે, નાના ખેડૂતોને પ્રોત્સાહન આપે છે અને મહિલાઓ માટે અર્થપૂર્ણ રોજગારીની તકો ઊભી કરીને તેમની નાણાંકીય સ્વતંત્રતા તથા સમાજના વિકાસમાં યોગદાન આપે છે.
બ્રાન્ડ પાછળ રહેલા વિઝન વિશે વાત કરતાં સ્થાપક અને ક્લિનિકલ ડાયેટિશિયન દિવ્યા અગ્રવાલે જણાવ્યું હતું કે, “સાત્વિક સલાડની શરૂઆત એક સરળ વિચારથી થઈ હતી કે સ્વસ્થ ભોજન તાજું, સ્વાદિષ્ટ અને દરેક માટે સરળતાથી ઉપલબ્ધ હોવું જોઈએ.
અમારું સપનું માત્ર ભોજન પીરસવાનું નથી, પરંતુ દરેક બાઉલ સાથે પરિવારોને વધુ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવાનું છે. આ આઉટલેટ પ્રામાણિક ખાદ્યસામગ્રી, સભાનપૂર્વકની રસોઈ અને આરોગ્ય પ્રત્યેના સાચા સમર્પણ દ્વારા વધુ સ્વસ્થ અમદાવાદ બનાવવાની અમારી સફરની શરૂઆત છે.”સ્થાપકો માટે આ માત્ર એક નવું આઉટલેટ શરૂ કરવા કરતાં કંઈક ખાસ બાબત છે.
આ લોકોમાં દરેક ભોજન સાથે વધુ સ્વસ્થ પસંદગીઓ કરવાની પ્રેરણા આપતા એક નવા અભિયાનની શરૂઆત છે. તેમની સરળ આશા એટલી જ છે કે લોકો ભોજનને માત્ર ભૂખ સંતોષવાનું સાધન નહીં, પરંતુ શરીરને મજબૂત બનાવતા, પરિવારના આરોગ્યને ટેકો આપતા અને આવનારી પેઢી માટે વધુ સ્વસ્થ ભવિષ્યનું નિર્માણ કરતા મહત્વપૂર્ણ સાધન તરીકે જોવાનું શરૂ કરે.
Instagram Link :-
https://www.instagram.com/reel/DbdA6FTuwuN/?igsh=MW5saHhodjNnMDhxeA==