• અમદાવાદમાં રાષ્ટ્રીય પરિષદમાં નીતિ નિર્માતા ઓ, નિષ્ણા તો અને ગ્રાસરૂટ્સ આગેવાનો એક મંચ પર આવ્યા; ભારતના જળ ભવિષ્ય અંગે જાગૃતિ વધારવા સાથે યુનિવર્સિટી સ્તરે જલ વ્યવસ્થાપન માટે અલગ શૈક્ષણિક વિશ્વવિદ્યાલય ની આવશ્યકતા પર ભાર ¡¡
પરિષદમાં નીતિ નિર્માતાઓ, વૈજ્ઞાનિકો, જળ નિષ્ણાતો, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, ગ્રાસરૂટ્સ સ્તરે કાર્યરત આગેવાનો અને યુવા ઇનોવેટર્સ એકત્રિત થયા હતા. ભારતના જળ પડકારો, ભૂગર્ભજળ સંરક્ષણ, જળવાયુ પરિવર્તન, નદી પુનર્જીવન, શહેરી જળ સુરક્ષા, નવીનતા અને જળ વ્યવસ્થાપન જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
Padma Bhushan Dr. Anil Prakash Joshi એ પાણીના સંરક્ષણને સામૂહિક જવાબદારી ગણાવતાં જણાવ્યું હતું કે, “આપણી દિશા ‘Water for All’ની હોવી જોઈએ. આ વિઝન ત્યારે જ સાકાર થઈ શકે, જ્યારે દરેક વ્યક્તિ પ્રકૃતિ સાથેના પોતાના સંબંધને સમજે અને પાણીના દરેક ટીપાને બચાવવાની જવાબદારી સ્વીકારે.
જળ સુરક્ષા માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાથી શક્ય નથી. તેના માટે આપણી વિચારસરણી, જીવનશૈલી અને કુદરતી સંસાધનો પ્રત્યેના અભિગમમાં પરિવર્તન જરૂરી છે. સરકાર, સંસ્થાઓ, સમુદાયો અને નાગરિકો સાથે મળીને કાર્ય કરશે તો જ દરેક જીવ અને આવનારી પેઢી માટે પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી શકીશું.
”Padma Shri Umashankar Pandey એ જળ સંરક્ષણમાં જનભાગીદારીના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, “ભારતના જળ પડકારોનો ઉકેલ માત્ર સરકારના પ્રયાસોથી નહીં, પરંતુ દરેક ગામ, દરેક સમુદાય અને દરેક નાગરિકની ભાગીદારીથી શક્ય બનશે. જ્યારે લોકો પોતાના સ્થાનિક જળસ્રોતોની જવાબદારી સ્વીકારે, પરંપરાગત જળ વ્યવસ્થાઓનું સંરક્ષણ કરે અને સામૂહિક રીતે કાર્ય કરે, ત્યારે જ જળ સંરક્ષણ એક સરકારી કાર્યક્રમ નહીં, પરંતુ જનઆંદોલન બની શકે છે.
આપણી પરંપરાગત જ્ઞાન પરંપરામાં પાણીના સન્માન અને સંરક્ષણની સમજ પહેલેથી જ છે. હવે આ સામૂહિક ભાવનાને ફરીથી આપણા રોજિંદા જીવનનો હિસ્સો બનાવવાની જરૂર છે.”આ પ્રસંગે Dr. Mayur Joshi, Managing Trustee, Udgam Charitable Trustએ જણાવ્યું હતું કે, “જળ સુરક્ષા માત્ર સરકારોના પ્રયાસોથી પ્રાપ્ત થઈ શકે નહીં. તેના માટે જાગૃતિ, વર્તણૂકમાં પરિવર્તન અને સામૂહિક પ્રયાસ જરૂરી છે.
અમારો પ્રયાસ આ ચર્ચાને કોન્ફરન્સ હોલથી સમુદાયો સુધી લઈ જવાનો અને જળ સંરક્ષણને સૌની સહિયારી જવાબદારી બનાવવાનો છે.”પરિષદમાં ભારતની પરંપરાગત જળ સંરક્ષણ પદ્ધતિઓને પણ મહત્વ આપવામાં આવ્યું હતું. જોહડ, બાઓલી, કુંડ અને અન્ય પરંપરાગત જળસંચય પ્રણાલીઓ ના સંરક્ષણ અને પુનઃજીવન સાથે ભૂગર્ભજળ સંરક્ષણ, નદી પુનર્જીવન, જળવાયુ સ્થિતિસ્થાપકતા અને શહેરી જળ સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પરિષદમાં Shri Vinay Sahasrabuddhe, Former Member of Parliament, Rajya Sabha and Former President, ICCR; Shri Binay Kumar Singh, Director, SPMRF; Padma Shri Sathpal Singh; Dr. Vivek Kumar, Head, Centre for Rural Development and Technology, IIT Delhi; Prof. (Dr.) Ami Upadhyay, Hon. Vice Chancellor, BAOU; Shri Dilip Rana IAS, Commissioner of Higher technical Education, Govt of Gujarat; Shri Umakant Umrao, Senior IAS and Principal Secretary, Government of Madhya Pradesh; Padma Shri Mahesh Sharma; Shri Chiranjivi Patel; તથા Shri Vijay Baghel, popularly known as the ‘Greenman of India’ સહિતના અગ્રણીઓ અને નિષ્ણાતોની ઉપસ્થિતિ રહી હતી.
પરિષદ દરમિયાન થયેલી ચર્ચાઓ અને વિચારોના આધારે પ્રસ્તાવિત ‘Bharat Water Manifesto 2047’ ને આકાર આપવામાં આવશે. કાર્યક્રમનો મુખ્ય સંદેશ રહ્યો કે જળ સુરક્ષિત ભારતનું નિર્માણ આજે આપણે બચાવેલા દરેક ટીપાથી શરૂ થાય છે.