• 5000થી વધુ રેસ્ટોરન્ટ્સના માલિકો, 70થી વધુ ઔદ્યોગિક અગ્રણી તથા 1500થી વધુ બ્રાન્ડ્સ એક્સ્પ્લોર કરશે કે, કઈ રીતે એઆઇ, ઓટોમેશન અને ટેકનોલોજી ભારતના રેસ્ટોરન્ટ્સ અને ફૂડ ડીલિવરી ઇકોસિસ્ટમના ભવિષ્યને નવો આકાર આપશે ¡
નવી દિલ્હી: ધ નેશનલ રેસ્ટોરન્ટ એસિસોશિયેશન ઓફ ઇન્ડિયા (એનઆરએઆઇ), ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સ ઉદ્યોગનો વોઇસ એ 20મી ઓગસ્ટ 2026ના રોજ ધ ફોરમ- હોટેલ અને કન્વેન્શન, અમદાવાદ ખાતે, એનઆરએઆઇ ફૂડ ડીલિવરી સમિટની પાંચમી આવૃતિને હોસ્ટ કરે છે. પેટપૂજા દ્વારા પ્રેઝેન્ટેડ અને કોકા-કોલા, જનશક્તિ, આઇટીસી માસ્ટર શેફ અને પ્રસુમા દ્વારા સપોર્ટ આ સમિટ એ ઇતિહાસની સૌથી મોટી આવૃતિને રજૂ કરવા તૈયાર છે, જેમાં ભારતના 30થી વધુ શહેરોના 5,000થી વધુ રેસ્ટોરન્ટ માલિકો, 70થી વધુ ઔદ્યોગિક અગ્રણી, 1,500થી વધુ બ્રાન્ડ્સ અને ડેલીગેટ્સને એક જૂટ કરશે. આ સમિટ દેશના અગ્રણી રેસ્ટોરન્ટ્સ, ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સ, ટેકનોલોજી પ્રોવાઈડર્સ, ક્લાઉડ કિચન ઓપરેટર્સ, પોલિસીમેકર્સ, રોકાણકારો અને આંત્રપ્રિન્યોર્સને ભારતના રેસ્ટોરન્ટ અને ફૂડ ડિલિવરી ઇકોસિસ્ટમના ભવિષ્યને આકાર આપતા ટ્રેન્ડ્સ, ઇનોવેશન્સ અને તક પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવશે.
“ઓટોમેટ ટુ ડોમિનેટ: ટેક પાવર્સ ગ્રોથ”ની થીમ પર આધારીત આ સમિટ એ બાબતને એક્સપ્લોર કરે છે કે, એઆઇ, ઓટોમેશન અને ડિજિટલ ટેકનોલોજીસ એ ઓપરેશન્સ અને ફૂડ ડીલિવરી કામગીરીમાં કઈ રીતે પરિવર્તન લાવશે તે જણાવે છે. ભારતનું ફૂડ સર્વિસ માર્કેટ એ 2025માં 90 બિલિયન ડોલરથી વધીને 2030 સુધીમાં 150 બિલિયન ડોલર સુધી વિકસવાની સંભાવના છે, ગ્રાહકોના અનુભવને વધારવા, કાર્યક્ષમતામાં સુધારો કરવા ને સ્થિર વિકાસને વેગ આપવા માટે રેસ્ટોરન્ટ્સ વધુને વધુ ટેકનોલોજી અપનાવી રહી છે. આ પાશ્ચાદભૂ સામે, અમદાવાદ તેના સમૃદ્ધ ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ અને ઝડપથી વિકસતા સંગઠિત રેસ્ટોરન્ટ લેન્ડસ્કેપ સાથે, ઉદ્યોગ અગ્રણી માટે આ ક્ષેત્રના વિકાસના આગામી તબક્કાને આકાર આપતા વ્યવસાય મોડેલો, નવીનતાઓ અને ટેકનોલોજીઓની ચર્ચા કરવા માટે એક આદર્શ વાતાવરણ પૂરું પાડે છે.
છેલ્લી 4 આવૃતિથી એનઆરએઆઇ ફૂડ ડીલિવરી સમિટ, ભારતના ઝડપથી બદલતા રેસ્ટોરન્ટ અને ફૂડ ડીલિવરી ઇકોસિસ્ટમ સાથે વિકસિત થઈ રહી છે. મહામારી પછીની રિકવરી દરમિયાન ક્લાઉડ કિચન પર ધ્યાન કેન્દ્રિત કરીને મુંબઈ (2022)માં શરૂ કરવામાં આવેલી, આ સમિટ પુણે (2023)માં વિકસતી ડીલિવરી અર્થવ્યવસ્થા અને ફૂડ એગ્રીગેટર્સની તપાસ કરવા માટે વિસ્તૃત થઈ, જ્યારે બેંગલુરુ (2024) એ ટેકનોલોજી, ઓટોમેશન અને ટકાઉપણું પર પ્રકાશ પાડ્યો. નવી દિલ્હી (2025)એ વાતચીતને નવીનતા, સહયોગ અને ફૂડ ડિલિવરીના ભવિષ્ય તરફ વાળી છે. આ ચાર સફળ આવૃત્તિઓને આગળ વધારતા, અમદાવાદમાં પાંચમી આવૃત્તિ “ઓટોમેટ ટુ ડોમિનેટ: ટેક પાવર્સ ગ્રોથ” પર કેન્દ્રિત હશે, જે ઉદ્યોગના નેતાઓને ભારતના રેસ્ટોરન્ટ અને ફૂડ ડિલિવરી ઇકોસિસ્ટમ માટે વૃદ્ધિના આગામી તબક્કાને કેવી રીતે આકાર આપી રહી છે તે શોધવા માટે એકસાથે લાવશે.
નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (એનઆરએઆઇ) ના પ્રમુખ અને વાઉ! મોમો ફૂડ્સના સીઇઓ અને સહ-સ્થાપક સાગર દરિયાણીએ જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની ફૂડ ડિલિવરી ઇકોસિસ્ટમ નોંધપાત્ર રીતે વિકસિત થઈ છે, જે રેસ્ટોરન્ટ્સ માટે નવી તકો ઉભી કરી રહી છે, સાથો-સાથ નવી ઓપરેશનલ અને બિઝનેસ જટિલતાઓ પણ રજૂ કરી રહી છે. જેમ જેમ ઉદ્યોગ તેના વિકાસના આગલા તબક્કામાં પ્રવેશી રહ્યો છે, તેમ તેમ રેસ્ટોરન્ટ ઓપરેટરો, ટેકનોલોજી ભાગીદારો અને ઇકોસિસ્ટમ હિસ્સેદારો માટે એકસાથે આવવું, દ્રષ્ટિકોણનું આદાનપ્રદાન કરવું અને ટકાઉ વિકાસને આગળ ધપાવતા ઉકેલોને સામૂહિક રીતે આકાર આપવો જરૂરી છે. એઆરએઆઇ ફૂડ ડિલિવરી સમિટની પાંચમી આવૃત્તિ એઆઇ, ઓટોમેશન અને ટેકનોલોજી રેસ્ટોરાંને વધુ કાર્યક્ષમ, સ્થિતિસ્થાપક અને ભવિષ્ય માટે તૈયાર કેવી રીતે બનાવી શકે છે તેની ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ બનાવીને અગાઉના આવૃત્તિઓની ગતિ પર નિર્માણ કરે છે.”
એનઆરએઆઇના ચેપ્ટર હેડ અને ધ સિક્રેટ કિચન (ઇન્ડિયા એન્ડ ગ્લોબલ)ના સ્થાપક શેફ આનલ કોટકે જણાવ્યું હતું કે, “ગુજરાત હંમેશા મજબૂત ઉદ્યોગસાહસિક સંસ્કૃતિ ધરાવતું રહ્યું છે, અને વર્ષોથી અમદાવાદ દેશના સૌથી ગતિશીલ ફૂડ ડેસ્ટિનેશનમાંના એક તરીકે વિકસિત થયું છે, એક રેસ્ટોરન્ટ ઇકોસિસ્ટમ છે, જે બદલાતી ગ્રાહક પસંદગીઓને નવીનતા અને સંતોષ આપવાનું ચાલુ રાખે છે. અહીં સમિટની પાંચમી આવૃત્તિનું આયોજન ભારતના ખાદ્ય અને આતિથ્ય ક્ષેત્રમાં શહેરના વધતા મહત્વને પ્રતિબિંબિત કરે છે. અમે ભારતમાં રેસ્ટોરન્ટ્સ અને ફૂડ ડિલિવરીના ભવિષ્યને આકાર આપવામાં મદદ કરશે તેવી અર્થપૂર્ણ ચર્ચાઓ માટે દેશભરના ઉદ્યોગ નેતાઓનું સ્વાગત કરવા આતુર છીએ.”
આ સમિટમાં મુખ્ય ભાષણો, પેનલ ચર્ચાઓ, ફાયરસાઇડ વાતચીત અને નેટવર્કિંગ સત્રો ભારતના રેસ્ટોરન્ટ અને ફૂડ સર્વિસ ઇકોસિસ્ટમના કેટલાક સૌથી પ્રભાવશાળી અવાજોના નેતૃત્વમાં યોજાશે, જેમાં શ્રી સાગર દરિયાણી, પ્રમુખ, એનઆરએઆઇ અને સીઇઓ અને સહ-સ્થાપક, વાઉ! મોમો ફૂડ્સ; શ્રી પ્રણવ રૂંગટા, ઉપપ્રમુખ, એનઆરએઆઇ અને સ્થાપક અને ડિરેક્ટર, ચર્ચગેટ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ; શ્રીમતી આનલ કોટક, ચેપ્ટર હેડ, એનઆરએઆઇ અમદાવાદ – સ્થાપક, ધ સિક્રેટ કિચન (ઇન્ડિયા એન્ડ ગ્લોબલ); શ્રી સમીર ખેતરપાલ, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ લિમિટેડ; શ્રી અંકિત ચોના, મેનેજિંગ ડિરેક્ટર અને સ્થાપક, હોક્કો આઈસ્ક્રીમ્સ; શ્રી અંકુશ ગ્રોવર, ગ્લોબલ સીઈઓ, રિબેલ ફૂડ્સ; શ્રી જોરાવર કાલરા, ઉપપ્રમુખ, એનઆરએઆઇ અને રેસ્ટોરન્ટ; શ્રી ગુરપ્રીત સિંહ ટિક્કુ, સ્થાપક, મિસ્ટર ટિક્કુ; અને શ્રી ગૌરવ કંવર, સ્થાપક અને સીઇઓ, હારાજુકુ ટોક્યો કાફે, અન્ય ઉદ્યોગ નેતાઓનો સમાવેશ થાય છે. ચર્ચામાં એઆઇ-સંચાલિત પરિવર્તન, વિકસિત ગ્રાહક વર્તણૂક, કાર્યકારી શ્રેષ્ઠતા, ઉદ્યોગસાહસિકતા, ઉભરતા વ્યવસાય મોડેલો અને ભારતના રેસ્ટોરન્ટ અને ફૂડ ડિલિવરી ઇકોસિસ્ટમના ભવિષ્યને આકાર આપતી નવીનતાઓની શોધ કરવામાં આવશે.
About NRAI:Founded in 1982, NRAI is the voice of over 5,00,000 restaurants across the country, representing an industry with an annual turnover of INR 5.69 lakh crores. The Mangaluru & Western Karnataka Chapter aims to bring together restaurants, QSRs, bars, cloud kitchens, and caterers under one powerful platform to address industry challenges, drive profitable growth, and put Coastal Karnataka’s unique culinary identity on the national map. National Restaurant Association of India is the voice of the Indian Restaurant Industry. Founded in 1982, it represents the interests of 500000+ Restaurants, an industry valued at INR 5.69 lakh crores. Being the leading association of the Indian Restaurant Industry, NRAI aspires to promote and strengthen the Indian Food Service Sector. The Association in its 43rd year has a pan India presence and is governed by a committee of members and led by a President and Office Bearers. The committee consists of over 30 Restaurant CEOs / Owners representing various national and international brands from the F&B sector. The association works closely with a network of State and City Chapters across the country.
Website: https://nrai.org/