Ahmedabad News Entertainment News Gujarat Technology World

આ ક્રિસમસ પર રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ‘હું અને આનંદ’: ઓફિશિયલ ટીઝર આઉટ, મોનલ ગજ્જર હવે નિર્માતા તરીકે ‘મોનલ ગજ્જર ફિલ્મ્સ’ સાથે કરશે નવી શરૂઆત

આ ક્રિસમસ પર રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ‘હું અને આનંદ’: ઓફિશિયલ ટીઝર આઉટ, મોનલ ગજ્જર હવે નિર્માતા તરીકે ‘મોનલ ગજ્જર ફિલ્મ્સ’ સાથે કરશે નવી શરૂઆત
Views: 104
1 0
Spread the love
Read Time:4 Minute, 15 Second

ગુજરાતી સિનેમાપ્રેમીઓ માટે મોટો ધમાકો થવા જઈ રહ્યો છે. સાચી એન્ટરટેઇનમેન્ટ (Sachi Entertainment) અને મોનલ ગજ્જર ફિલ્મ્સ (Monal Gajjar Films) ના સંયુક્ત ઉપક્રમે પ્રસ્તુત નવી ગુજરાતી ફિલ્મ ‘હું અને આનંદ’ (Hun Ane Anand) નું ઓફિશિયલ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. મનોરંજન અને લાગણીઓથી સભર આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર થિયેટરોમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે.

https://www.instagram.com/sachi_entertainment?igsi=MThxZWJ1dDR5bGw3bA==

https://www.instagram.com/monalgajjarfilms?igsi=MWx6ZzZzOXVvbGh5dw==

આ ફિલ્મ સાથે લોકપ્રિય અભિનેત્રી મોનલ ગજ્જર પોતાના નવા પ્રોડક્શન હાઉસ ‘મોનલ ગજ્જર ફિલ્મ્સ’ હેઠળ એક નિર્માતા તરીકે પણ પોતાની નવી સફરની શરૂઆત કરી રહ્યા છે. આ અદ્ભુત પ્રોજેક્ટનું નિર્માણ અંકુર અધિયા, દર્પણ અધિયા અને મોનલ ગજ્જર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે.

‘હું અને આનંદ’ એ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ પ્રેમ, સાથ-સંગાથ અને માનવીય સંબંધોની એક ખૂબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. આ ફિલ્મની વાર્તા ‘માયા’ અને ‘આનંદ’ નામના બે પાત્રોની આસપાસ ફરે છે, જેમનું ખાસ બંધન તેમના જીવનમાં એક અનોખી હૂંફ, આશા અને સકારાત્મક પરિવર્તન લાવે છે. રોજિંદા જીવનની સાદી ક્ષણો, આત્મીય સંવાદો, રોમાંસ અને ઝુરાપાના સુંદર મિશ્રણ સાથે આ ફિલ્મ એ બાબતને ખૂબ જ સહજતાથી રજૂ કરે છે કે આપણી આસપાસના સંબંધો આપણી પોતાને અને જગતને જોવાની દ્રષ્ટિને કેવી રીતે બદલી નાખે છે. ટીઝર સામે આવ્યા બાદથી જ સિનેમાપ્રેમીઓમાં આ ફિલ્મને લઈને ભારે આતુરતા જોવા મળી રહી છે.

ફિલ્મ વિશે અને પોતાના અનુભવ વિશે વાત કરતા ડાયરેક્ટર જય ભટ્ટે જણાવ્યું હતું કે, “‘હું અને આનંદ’ એ માત્ર બે વ્યક્તિઓની વાર્તા નથી, પણ દરેક એવા વ્યક્તિની સફર છે જે સંબંધોમાં હૂંફ, સ્વીકાર અને આત્મીયતા શોધે છે. અમે ખૂબ જ સાહજિકતા અને પ્રામાણિકતાથી પ્રેમ અને માનવીય લાગણીઓને સ્ક્રીન પર ઉતારવાનો પ્રયાસ કર્યો છે. ટીઝર રિલીઝ થયા બાદ દર્શકો તરફથી જે પ્રેમ મળી રહ્યો છે તે ખૂબ પ્રોત્સાહક છે, અને મને પૂરો વિશ્વાસ છે કે ક્રિસમસની રજાઓમાં આ ફિલ્મ દરેક પરિવારના દિલને સ્પર્શી જશે.”

આ રોમાંચક પ્રોજેક્ટનું દિગ્દર્શન અને લેખન જાણીતા અભિનેતા જય ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ આ ફિલ્મ દ્વારા નિર્દેશન ક્ષેત્રમાં કદમ મૂકી રહ્યાં છે, જ્યારે તેની વાર્તા હેનિલ ગાંધી અને જય ભટ્ટે મળીને તૈયાર કરી છે. ફિલ્મમાં મ્યુઝિક કેદાર – ભાર્ગવનું છે. ફિલ્મમાં મોનલ ગજ્જર અને ગૌરવ પાસવાલા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જેમની સાથે હેમાંગ દવે, ખુશ્બુ ત્રિવેદી, રિદ્ધિ શુક્લા અને માર્ગી દેસાઈ જેવા અનુભવી કલાકારો પણ મહત્વના રોલમાં છે. આ ઉપરાંત પલકેશ, ઋષિ જાની, સંદીપ રાવલ, દીનાઝ કાલવાચવાલા, ધર્મેશ અને ચિરાજ ત્રિપાઠી જેવા કલાકારો પણ સહાયક ભૂમિકામાં સ્ક્રીન શેર કરશે. મજબૂત કાસ્ટ, સક્ષમ નિર્દેશન અને શાનદાર ટેકનિકલ ટીમ સાથે ‘હું અને આનંદ’ આ ક્રિસમસ પર દર્શકો માટે એક શ્રેષ્ઠ ફેમિલી એન્ટરટેઇનર બની રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *