Ahmedabad News Business News Entertainment News Gujarat Local News World

અમદાવાદમાં ઉદ્યોગસાહસિક અર્પણા ભુવાનિયા દ્વારા નવા ક્રિએટિવ હબ ‘એલિવેટ’ (Elevate) નો પ્રારંભ

Views: 294
2 0
Spread the love
Read Time:3 Minute, 15 Second

• ‘લાઈલેક’ (Lilac) પ્રદર્શન દ્વારા મહિલા સાહસિકોને પ્રોત્સાહન અપાશે ¡¡

અમદાવાદ:- શહેરના જાણીતા ઉદ્યોગસાહસિક, લેખિકા અને કલાકાર અર્પણા ભુવાનિયા દ્વારા અમદાવાદના કલા અને વ્યાપાર જગતમાં એક નવો અધ્યાય ઉમેરવા જઈ રહ્યો છે. રાજપથ રંગોલી રોડ પર તેમણે ‘એલિવેટ બાય અર્પણા’ (Elevate by Arpana) નામે એક આધુનિક એક્ઝિબિશન ગેલેરી અને ‘ક્રિએટિવ ડેન’ શરૂ કર્યું છે. આ જગ્યા વિશેષ પ્રદર્શનો, બિઝનેસ મીટિંગ્સ, આર્ટિસ્ટ સત્રો, સ્ટેન્ડ-અપ કોમેડી અને નાના પાયે ઉજવણીઓ માટે એક આદર્શ સ્થળ બની રહેશે.

આ ક્રિએટિવ સ્પેસના ઉદઘાટન નિમિત્તે, આગામી ૧૮ માર્ચ, ૨૦૨૬ ના રોજ પ્રથમ વિશેષ પ્રદર્શન ‘લાઈલેક બાય અર્પણા’ (Lilac by Arpana – Season 1.0) નું આયોજન કરવામાં આવ્યું છે.

મહિલા સાહસિકોનું સશક્તિકરણ‘લાઈલેક’ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સાહસિકો અને તેમના વિશિષ્ટ વ્યવસાયોને પ્રોત્સાહન આપવાનો છે.

જ્વેલરી અને એસેસરીઝ: આર્નીન સિલ્વર એન્ડ ડિઝાઇનર જ્વેલરી, રિંકલ જ્વેલ્સ અને પૂજા સિલેક્શન (બેગ્સ).

વસ્ત્રો અને વણાટકામ: ટિટલી ક્રિએશન્સ, ટીવીએએમ (TVAM) – વણાટ બાય ઉષા અને અર્બન સ્ટાઇલ ઓફ નસરીન અને સોફિયા શેખ.

લાઇફસ્ટાઇલ: કેન્ડલ્સ ફોર યુ, આરના એસેન્સ અને ડિઝાઇન બાય ખ્યાતિ ત્રિવેદી.

મુખવાસ અને અન્ય: ત્રિદેવી ટ્રેન્ડ્સ અને હેમાંગી દવે દ્વારા પ્રસ્તુત મુખવાસ.

સમાજની અગ્રણી મહિલાઓની ઉપસ્થિતિઆ કાર્યક્રમમાં શહેરની અગ્રણી અને પ્રતિષ્ઠિત ૩૫ થી ૪૦ મહિલાઓને ‘ગેસ્ટ ઓફ ઓનર’ તરીકે ખાસ આમંત્રિત કરવામાં આવી છે. તેઓ મહિલા સાહસિકોને મળીને તેમનો ઉત્સાહ વધારશે.

અર્પણા ભુવાનિયા જણાવે છે કે, “એલિવેટ માત્ર એક ગેલેરી નથી, પણ સર્જનાત્મકતા અને પ્રગતિ માટેનું એક પ્લેટફોર્મ છે. ‘લાઈલેક’ દ્વારા અમે સ્થાનિક મહિલા સાહસિકોની પ્રતિભાને યોગ્ય મંચ પૂરું પાડવા માંગીએ છીએ.”

અર્પણા ભુવાનિયા વિશે: અર્પણા ભુવાનિયા એક બહુમુખી પ્રતિભા ધરાવતા ઉદ્યોગસાહસિક, લેખિકા અને કલાકાર છે. તેઓ સોના જેવા પદાર્થોનો ઉપયોગ કરીને અદભૂત પેઇન્ટિંગ્સ બનાવે છે. પોતાનું ડિઝાઇન લેબલ અને કાફે ચલાવવાની સાથે તેઓ પરોપકારી કાર્યોમાં પણ સક્રિય રસ ધરાવે છે.

સ્થળ: એલિવેટ બાય અર્પણા, કોલોનેડ-૨, રાજપથ રંગોલી રોડ, અમદાવાદ.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *