Ahmedabad News Entertainment News Gujarat Local News

નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માં દીવાળી ની ઉજવણી કરવામાં આવી

નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માં દીવાળી ની ઉજવણી કરવામાં આવી
Views: 45
0 0
Spread the love
Read Time:1 Minute, 45 Second

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આગામી દીવાળીના તહેવાર નિમિત્તે ‘દીપોત્સવ પર્વ’ની ખૂબ જ ઉત્સાહ અને પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વહીવટી સ્ટાફ ઉત્સાહભેર જોડાયા હતા.આ પવિત્ર તહેવારની ઉજવણીના ભાગરૂપે શાળામાં વિવિધ પ્રકારની સર્જનાત્મક સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ શાળાના પ્રાંગણમાં રંગબેરંગી અને આકર્ષક રંગોળીઓ પૂરી હતી. આ ઉપરાંત દીવડા સજાવટ (Diya Decoration), તોરણ નિર્માણ અને હેન્ડમેડ ગ્રીટિંગ કાર્ડ બનાવવાની સ્પર્ધાઓ યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ કલરવ કરતાં પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને આ મહોત્સવની રોનક વધારી હતી

આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીએ સર્વે વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોને દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે પોતાના ઉદ્બોધનમાં તહેવારોના સાંસ્કૃતિક મહત્વ વિશે વાત કરી હતી અને આ વર્ષે પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે “ઇકો-ફ્રેન્ડલી દિવાળી” ઉજવવા તથા ફટાકડા મુક્ત અને પ્રદૂષણ મુક્ત તહેવાર મનાવવા માટે સૌને પ્રેરણા આપી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *