Ahmedabad News Business News Entertainment News Gujarat World

સૌમ્ય જોશીના શબ્દો અને આદિત્ય ગઢવીનો અવાજ: ‘અંબા’નું ગીત ‘નેહ નેહ’ રિલીઝ

સૌમ્ય જોશીના શબ્દો અને આદિત્ય ગઢવીનો અવાજ: ‘અંબા’નું ગીત ‘નેહ નેહ’ રિલીઝ
Views: 32
1 0
Spread the love
Read Time:4 Minute, 13 Second

• Song link :-

https://www.youtube.com/watch?v=vhMRJidhtdk

• આગામી ડિસેમ્બર મહિનામાં ફિલ્મ થશે રિલીઝ ¡¡

ગુજરાત :ગુજરાતી સિનેમામાં સુવર્ણયુગની યાદો તાજી કરાવી રહેલી આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘અંબા’નું ત્રીજું ગીત ‘નેહ નેહ’ રિલીઝ કરવામાં આવ્યું છે. રિલીઝ સાથે જ આ ગીતે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ધૂમ મચાવી દીધી છે અને દર્શકોના દિલ જીતી લીધા છે.

આ ગીતની સૌથી મોટી તાકાત તેના રચનાકાર એટલે કે ગીતકાર સૌમ્ય જોશીના અર્થસભર શબ્દો અને લોકલાડીલા ગાયક આદિત્ય ગઢવીનો દમદાર અવાજ છે. સૌમ્ય જોશીની કલમે લખાયેલી કાવ્‍યમય અને હૃદયસ્પર્શી પંક્તિઓને જ્યારે આદિત્ય ગઢવીના ઓજસવંતી અવાજે જીવંત કરી છે, ત્યારે શ્રોતાઓને ગુજરાતી સંગીતના સુવર્ણકાળના દર્શન થઈ રહ્યા છે.

આદિત્ય ગઢવીના અવાજમાં સિંહ જેવી ડણક અને માટીની સોડમ વર્તાય છે, જે શ્રોતાઓના રૂવાંડા ઊભા કરી દે છે. આ ગીતમાં કેદાર-ભાર્ગવનું માતબર સંગીત અને દિગ્દર્શક વિજયગીરી બાવાના સિનેમેટિક વિઝનનો અદ્ભુત સમન્વય જોવા મળે છે, જેણે અત્યાર સુધીના તમામ ગુજરાતી ગીતોના બેન્ચમાર્કને હચમચાવી દીધા છે.’નેહ નેહ’ ગીત માત્ર એક સંગીત રચના નથી, પરંતુ તે ગીરના જંગલોની અસલી વાસ્તવિકતાનું દર્શન છે.

ગીતમાં અંબા અને સિંહ વચ્ચેની અનોખી મિત્રતાને અત્યંત સંવેદનશીલ રીતે પડદા પર ઝીલવામાં આવી છે. ગીતના દ્રશ્યોમાં સિંહ અંબા સાથે એવી રીતે રમી રહ્યો છે જાણે તે તેનો નાનપણનો ભેરુ ન હોય! ગુજરાતી ફિલ્મ જગતના ઇતિહાસમાં સિંહ સાથેના આવા સહજીવન અને પ્રેમની વાત પ્રથમ વખત મોટા પડદા પર રજૂ થઈ રહી છે, જ્યાં સ્થાનિક લોકો અને સિંહ કોઈપણ પ્રકારના સંઘર્ષ વિના એકસાથે જીવે છે. મુખ્ય પાત્ર ‘અંબા’ના રૂપમાં રીવા રાચ્છની સિંહ સાથેની નિર્દોષ મિત્રતા સ્પર્શી જાય છે, જ્યારે ગીતના અંતિમ દ્રશ્યોમાં જગજીત અને દર્શન પંડ્યાના રહસ્યમય પાત્રોની ઝલક દર્શાવવામાં આવી છે, જેણે ફિલ્મની મૂળ વાર્તા પ્રત્યે દર્શકોમાં ભારે કુતૂહલ અને સસ્પેન્સ ઊભું કર્યું છે.

ગીત રિલીઝ થયાના ગણતરીના કલાકોમાં જ લાખો દર્શકોએ તેને નિહાળ્યું છે અને સોશિયલ મીડિયા પર પ્રશંસાના પુલ બાંધી રહ્યા છે. ફિલ્મનું નિર્માણ વિજયગીરી ફિલ્મોસ હેઠળ થઈ રહ્યું છે, જ્યારે મુંબઈમાં તેના રિયાલિસ્ટિક VFX અને પોસ્ટ પ્રોડક્શનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.’રાજાધીરાજ’ નાટક અને ‘લાલો’ ફિલ્મ આપનાર નિર્માતા ‘નીમ ટ્રી એન્ટરટેઇનમેન્ટ’ અને ‘ભૂમી નથવાણી’ આ ફિલ્મના પ્રોડ્યુસર છે.

જ્યારે ‘કસૂંબો’ અને ‘૨૧મુ ટિફિન’ જેવી ઉત્કૃષ્ટ ફિલ્મો આપનાર ‘વિજયગીરી ફિલ્મોસ’ અને ‘ટ્વિન્કલ વિજયગીરી’ આ ફિલ્મના કો-પ્રોડ્યુસર છે.દ્રશ્યોની ભવ્યતા અને સંગીતની અદ્ભુત જુગલબંધી જોતાં પ્રેક્ષકોમાં એવી લહેર ફરી વળી છે કે આ સિનેમેટિક અનુભવ થિયેટરમાં જ માણવો રહ્યો. આગામી ડિસેમ્બર મહિનામાં આ ભવ્ય ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *