Ahmedabad News Entertainment News Gujarat Local News Sports News Technology

શાહપુર પોલીસની SHE ટીમ અને ભયમુક્ત ફાઉન્ડેશન દ્વારા દીકરીઓ માટે સ્વરક્ષણ તાલીમ સેમિનારનું આયોજન

શાહપુર પોલીસની SHE ટીમ અને ભયમુક્ત ફાઉન્ડેશન દ્વારા દીકરીઓ માટે સ્વરક્ષણ તાલીમ સેમિનારનું આયોજન
Views: 65
1 0
Spread the love
Read Time:1 Minute, 51 Second

ખાનપુર, અમદાવાદ: શાહપુર પોલીસ સ્ટેશનની SHE ટીમ અને ભયમુક્ત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ, ખાનપુર, અમદાવાદ ખાતે દીકરીઓ માટે સ્વરક્ષણ અને મહિલા સુરક્ષા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય વુશુ ચેમ્પિયન, સ્વરક્ષણ નિષ્ણાત અને પ્રધાનમંત્રી પુરસ્કાર વિજેતા અમનદીપ સિંહ ગોતરા દ્વારા દીકરીઓને સ્વરક્ષણની વિવિધ ટેકનિક્સની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી.

તાલીમ દરમિયાન અપહરણના પ્રયાસોથી બચવા, છરી જેવા ધારદાર હથિયાર અથવા લાકડી જેવા હથિયારથી થતા હુમલાની સ્થિતિમાં પોતાની સુરક્ષા માટેના ઉપાયો, છેડતી અને અયોગ્ય સ્પર્શ સામે કેવી રીતે પ્રતિકાર કરવો તથા જોખમી પરિસ્થિતિમાં સુરક્ષિત રીતે બહાર નીકળવું તે અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, ગુડ ટચ-બેડ ટચ, 181 મહિલા હેલ્પલાઇન, POCSO કાયદો, સાયબર ક્રાઇમ અને જાહેર સ્થળો તથા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સુરક્ષિત રહેવા માટેની સાવચેતીઓ અંગે પણ જાગૃતિ આપવામાં આવી હતી.કાર્યક્રમનો મુખ્ય હેતુ દીકરીઓમાં આત્મવિશ્વાસ વધારવો, તેમને સ્વરક્ષણ માટે સક્ષમ બનાવવી અને મહિલા સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *