• એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ અને એન્ટીબાયોટિક્સના જવાબદારીપૂર્વકના ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવાની સાથે, આ કેમ્પેઇન ચેપથી બચવા માટે હાથની સ્વચ્છતાની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડે છે.
એન્ટીબાયોટિક્સે આધુનિક તબીબી સારવારની દિશા બદલી નાખી છે, પરંતુ તેનો વધતો જતો અને અયોગ્ય ઉપયોગ એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (એએમઆર)ની સમસ્યામાં વધારો કરી રહ્યો છે. તેના કારણે ચેપની સારવાર કરવાનું વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે.
18થી 24 નવેમ્બર દરમિયાન યોજાનારા એએમઆર જાગૃતિ સપ્તાહ પહેલા આ જાહેર આરોગ્ય પડકાર તરફ લોકોનું ધ્યાન દોરવા માટે આઈટીસીના સેવલોન સ્વસ્થ ઈન્ડિયા મિશને #WeLoveAntibiotics કેમ્પેઇન શરૂ કર્યું છે.
આ કેમ્પેઇનનો હેતુ એન્ટીબાયોટિક્સના જવાબદારીપૂર્વકના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. ગંભીર મુદ્દા અંગે જાગૃતિ લાવવા માટે આ કેમ્પેઇનમાં સર્જનાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો છે. તેના દ્વારા ગ્રાહકોને એએમઆર વિશે સમજણ આપવાની અને જાગૃતિ ફેલાવવાની સાથે ચેપથી બચવામાં હાથની સ્વચ્છતાની મહત્વની ભૂમિકા પણ સમજાવવામાં આવશે.
એએમઆરની સમસ્યાનો સામનો કરવા માટે એન્ટીબાયોટિક્સનો યોગ્ય ઉપયોગ જરૂરી છે, પરંતુ ચેપને અટકાવવો પણ એટલો જ મહત્વનો છે. એએમઆરની સમસ્યાનો સામનો કરવા માટે બે મોરચે એકસાથે પ્રયાસ કરવાની જરૂર છે. તેમાં એન્ટીબાયોટિક્સનો જવાબદારીપૂર્વક ઉપયોગ થાય તે માટેના એન્ટીમાઇક્રોબિયલ સ્ટીવર્ડશિપ કાર્યક્રમો અને હાથની સ્વચ્છતા જાળવીને ચેપને અસરકારક રીતે અટકાવવાના પ્રયાસોનો સમાવેશ થાય છે.
અનેક વૈજ્ઞાનિક અભ્યાસોમાં જણાવાયું છે કે એન્ટીમાઇક્રોબિયલ સ્ટીવર્ડશિપ કાર્યક્રમોની સાથે હાથની સ્વચ્છતા જાળવવાનાં પગલાં લેવામાં આવે તો એએમઆર ફેલાવતા બેક્ટેરિયાના પ્રસારને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.
આ જ બાબત હાથ ધોવાની ‘બટરફ્લાય ઇફેક્ટ’નું મહત્વ સમજાવે છે. સાબુ અથવા હેન્ડવોશથી વારંવાર હાથ ધોવાની એક સરળ આદત જીવાણુઓને ચેપનું કારણ બનતા અટકાવી શકે છે અને તેના પરિણામે એએમઆરના કેસોમાં પણ ઘટાડો થઈ શકે છે.
ઓગિલ્વી ઈન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલા સેવલોન સ્વસ્થ ઈન્ડિયા મિશનના #WeLoveAntibiotics કેમ્પેઇનનો હેતુ રોજિંદા જીવનમાં સ્વચ્છતા અંગેની ચર્ચામાં આ મહત્વના સંબંધને સામેલ કરવાનો છે. આ કેમ્પેઇન દ્વારા એએમઆર અંગે જાગૃતિ ફેલાવવાની અને એન્ટીબાયોટિક્સના જવાબદારીપૂર્વકના ઉપયોગ અંગે ચર્ચા શરૂ કરવાની સાથે હાથની સ્વચ્છતાનું મહત્વ પણ સમજાવવામાં આવશે.
કેમ્પેઇનની ફિલ્મ જોવા માટે આ લિંક પર ક્લિક કરો.આ પહેલ અંગે આઈટીસી લિમિટેડના પર્સનલ કેર પ્રોડક્ટ્સ બિઝનેસના ડિવિઝનલ ચીફ એક્ઝિક્યુટિવ સમીર સત્યપથીએ જણાવ્યું હતું કે, “સેવલોન સ્વસ્થ ઈન્ડિયા મિશનના માધ્યમથી અમે હાથની સ્વચ્છતા જાળવવા અંગે લોકોની વર્તણૂંકમાં સકારાત્મક પરિવર્તન લાવવાની દિશામાં સતત કામ કર્યું છે.
એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જાહેર આરોગ્ય માટે એક વધતો જતો પડકાર છે, જેના સામનો માટે વધુ જાગૃતિ અને સામૂહિક પ્રયાસોની જરૂર છે. ઘરમાં તેમજ હોસ્પિટલોમાં હાથની સ્વચ્છતા જાળવવી એ ચેપને અટકાવવા અને તેના નિયંત્રણ માટેનું અત્યંત મહત્વનું પાસું છે.
#WeLoveAntibiotics કેમ્પેઇન એન્ટીબાયોટિક્સના જવાબદારીપૂર્વકના ઉપયોગ અંગે રસપ્રદ ચર્ચા શરૂ કરીને એએમઆર ઘટાડવાનો શક્તિશાળી સંદેશ આપે છે. તેની સાથે હાથની સ્વચ્છતા જાળવીને ચેપને અટકાવવાના મહત્વ પર પણ ભાર મૂકે છે.”
ઓગિલ્વી ઈન્ડિયાના ચીફ ક્રિએટિવ ઓફિસર્સ હર્ષદ રાજાધ્યક્ષ અને કૈનાઝ કરમાકરે જણાવ્યું હતું કે, “છેલ્લા એક દાયકાથી વધુ સમયથી સેવલોન સ્વસ્થ ઈન્ડિયા મિશન હાથ ધોવાની આદતને રોજિંદા જીવનનો હિસ્સો બનાવવા માટે કામ કરી રહ્યું છે. આ માટે હાથ ધોવાની આદત અપનાવવામાં આવતા અવરોધોને દૂર કરવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. આ વર્ષે અમારા સંશોધનમાં એક રસપ્રદ વિરોધાભાસ સામે આવ્યો.
આપણે એન્ટીબાયોટિક્સ લેવા માટે ઝડપથી તૈયાર થઈ જઈએ છીએ, પરંતુ ચેપ અટકાવવાની સૌથી સરળ રીતોમાંની એક એવી હાથ ધોવાની આદતને ઘણીવાર અવગણીએ છીએ. આ જ બાબત #WeLoveAntibiotics કેમ્પેઇન માટે પ્રેરણા બની હતી. ભારતના લોકો સાથે ચર્ચા શરૂ કરવા અને એક ગંભીર સંદેશ પહોંચાડવા માટે અમે સંગીતનો માધ્યમ તરીકે ઉપયોગ કરવાનું પસંદ કર્યું.
એન્ટીબાયોટિક્સ અત્યંત મૂલ્યવાન દવાઓ છે અને તેનો ઉપયોગ જવાબદારીપૂર્વક થવો જોઈએ, પરંતુ હવે સમય આવી ગયો છે કે આપણે હાથ ધોવાની આદતને વધુ મહત્વ આપીએ અને તેને જીવનનો હિસ્સો બનાવીએ.
આ વિચારને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે પ્રતિભાશાળી સહયોગીઓની ટીમ સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ રોમાંચક રહ્યો. આ ટીમે કેમ્પેઇનને તેની આગવી ઓળખ આપવામાં મદદ કરી છે. અમને સતત મળતા વિશ્વાસ અને સહયોગ બદલ અમે આભારી છીએ. તેના કારણે અમને સર્જનાત્મકતાની નવી સીમાઓ સર કરવાની તક મળે છે અને સાથે જ લોકોની વર્તણૂંકમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવવાના સેવલોન સ્વસ્થ ઈન્ડિયા મિશનના વ્યાપક ઉદ્દેશને આગળ વધારી શકીએ છીએ.
”ફે ડી’સોઝા સાથેની સેવલોન સ્વસ્થ ઈન્ડિયા મિશનની ‘ડૉક્સ પૉડ’ સિરીઝ દ્વારા એએમઆર અંગેની ગેરસમજ દૂર કરવામાં આવી રહી છે. આ શ્રેણીમાં નિષ્ણાંતોના અભિપ્રાયો દ્વારા આ સમસ્યાને સરળતાથી સમજાવવામાં આવે છે અને ચેપ અટકાવવાના મહત્વ અંગે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
એએમઆર અંગેનો પૉડકાસ્ટ જોવા માટે આ લિંક પર ક્લિક કરો.આ વિશ્વ એએમઆર જાગૃતિ સપ્તાહ નિમિત્તે સેવલોન સ્વસ્થ ઈન્ડિયા મિશન લોકોને રોજિંદા જીવનમાં સ્વચ્છતાની આદતો કેળવીને ચેપ અટકાવવાની શક્તિ ઓળખવા પ્રોત્સાહિત કરે છે. કારણ કે એએમઆર સામેની લડાઈ માત્ર હોસ્પિટલો, લેબોરેટરીઝ કે તબીબી નિષ્ણાંતો પૂરતી મર્યાદિત નથી. તેની શરૂઆત આપણે દરરોજ કરતા નાના-નાના નિર્ણયો અને અપનાવતી આદતોથી પણ થાય છે..