કહેવાય છે કે માનવસેવા એ જ પ્રભુસેવા છે. આ વાતને સાર્થક કરતો એક પ્રેરણાદાયી કાર્યક્રમ અમદાવાદના ચાંદખેડા-ઝુંડાલ વિસ્તારમાં યોજાયો હતો.
ચાંદખેડા-ઝુંડાલ ખાતે આવેલ ‘ઉડાન ફાઉન્ડેશન’ દ્વારા સમાજના જરૂરિયાતમંદ અને વંચિત પરિવારો માટે ભોજન અને કપડાંના વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો. ફાઉન્ડેશનના કાર્યકરોએ ખૂબ જ પ્રેમ અને સન્માનપૂર્વક દરેક પરિવારને જીવનજરૂરી ભોજન અને કપડાં પૂરા પાડ્યા હતા.જ્યારે જરૂરિયાતમંદોના ચહેરા પર સ્મિત જોવા મળે, ત્યારે જ સાચી સેવા સફળ થાય છે.
ઉડાન ફાઉન્ડેશનનો આ ઉમદા પ્રયાસ સમાજના અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ છે. આશા છે કે આવી સેવાકીય પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ આમ જ અવિરત ચાલુ રહે!!