Ahmedabad News Business News Gujarat Local News Technology

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને સતત આઠમી વખત શ્રેષ્ઠ હોસ્પિટલનો એવોર્ડ મળ્યો

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને સતત આઠમી વખત શ્રેષ્ઠ હોસ્પિટલનો એવોર્ડ મળ્યો
Views: 35
1 0
Spread the love
Read Time:3 Minute, 24 Second

• ઝાયડસને સતત આઠમી વખત અમદાવાદની સર્વશ્રેષ્ઠ હૉસ્પિટલનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

‘ધ વીક’ના માધ્યમથી અને હંસા રિસર્ચ દ્વારા કરવામાં આવેલ આ સર્વેક્ષણમાં, છેલ્લા 8 વર્ષથી બેસ્ટ હૉસ્પિટલનો એવોર્ડ મળી રહ્યો છે. આ સિદ્ધિ માટે ઝાયડસ હૉસ્પિટલ તમામ લોકોનો આભાર વ્યક્ત કરે છે.

ઝાયડસ હૉસ્પિટલને મળેલ આ સિદ્ધિ પાછળ અહીંના કુશળ તબીબોની સાથે વ્યાપક નિદાન સેવાઓ, સારવારમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ, પોલિસીમાં પારદર્શિતા, હેલ્થકેર ક્ષેત્રે રિસર્ચનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. જ્યાં દરેક સારવારની સાથે દર્દીઓની સુરક્ષાનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.

પશ્ચિમ ભારતમાં તબીબી સેવાઓના સૌથી વ્યાપક પોર્ટફોલિયોમાંના એક સાથે, ઝાયડસે રોબોટિક સર્જરી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સાયન્સ, કાર્ડિયોલૉજી, ન્યુરોલૉજી, નેફ્રોલૉજી, યુરોલૉજી, પલ્મોનોલૉજી અને ઓન્કોલૉજીમાં મહત્વનાં પરિણામો દર્શાવ્યા છે.

આ હૉસ્પિટલ લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ્સનું મોટું કેન્દ્ર છે તેમજ બોન મેરો અને જટિલ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીમાં પણ અનેક સફળતાઓ પ્રાપ્ત કરી છે.

ઝાયડસે હૉસ્પિટલને આ સ્થાને પહોંચાડવામાં નેક્સ્ટ જેનરેશન સિકવન્સીંગ જેવી આધુનિક સુવિધાઓથી લઈને સ્ટ્રોક ફ્રી ગુજરાત, “ઝીરો ઇઝ ધ હીરો” અને નર્સિંગ ટીમોના નેતૃત્વમાં ઝીરો-ટોલરન્સ પ્રોટોકોલનો મોટો ફાળો રહેલો છે.ડૉ. જિતેન્દ્ર સિંહ, યુનિયન મિનિસ્ટર ઓફ સ્ટેટ (ઇંડિપેંડેન્ટ ચાર્જ) સાયન્સ એન્ડ ટેક્નોલોજી એન્ડ અર્થ સાયન્સિસના, હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો. ઉપસ્થિત અન્ય મહાનુભાવોમાં ડૉ. કે.જી. અરુણરાજ (આરોગ્ય, તબીબી શિક્ષણ અને પરિવાર આરોગ્ય સંભાળ મંત્રી, તમિલનાડુ) હતા, જેમણે તમિલનાડુમાં વર્તમાન આરોગ્ય પરિસ્થિતિ વિશે વાત કરી હતી અને એર કોમોડોર શ્રી પ્રશાંત નાયર (ગગનયાન મિશન માટે ભારતના નિયુક્ત અવકાશયાત્રી), જેમણે આ કાર્યક્રમમાં “ધ આર્ટ ઓફ ફિટનેસ” વિશે વાત કરી હતી.હંસા રિસર્ચ અને ‘ધ વીક’ના તરફથી મળેલ આ સન્માન, આરોગ્યસંભાળના ક્ષેત્રમાં અગ્રણી તરીકે ઝાયડસને વધુ આગળ વધવા માટે પ્રેરિત કરે છે, જે તેની ઉચ્ચ સ્તરની તબીબી સંભાળ દર્દીઓ સુધી પહોંચાડવા માટેની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *