Business News Entertainment News World

લગ્નનાં 20 વર્ષ પછી જે છે એ પૂરતું છે કે જે નથી મળ્યું એ હજી પણ જરૂરી છે? ગૌરવ ખન્ના અને શ્રદ્ધા આર્યાનો ‘દિલ કી બેવફાઈયાં’ નવો શો શરૂ

લગ્નનાં 20 વર્ષ પછી જે છે એ પૂરતું છે કે જે નથી મળ્યું એ હજી પણ જરૂરી છે? ગૌરવ ખન્ના અને શ્રદ્ધા આર્યાનો ‘દિલ કી બેવફાઈયાં’ નવો શો શરૂ
Views: 38
1 0
Spread the love
Read Time:2 Minute, 54 Second

મુંબઈ: ગૌરવ ખન્ના અને શ્રદ્ધા આર્યાનો નવો શો ‘દિલ કી બેવફાઈયાં’ આજે રાત્રે 9 વાગ્યે સ્ટાર પ્લસ પર અને આજે ગમે ત્યારે જિયો હોટસ્ટાર પર જુઓ. એકતા કપૂરના આ પારિવારિક પ્રેમકથામાં ગૌરવ અને શ્રદ્ધા માનવ અને જાનકીની ભૂમિકા ભજવે છે. લગ્નનાં 20 વર્ષ પછી પણ બંને એક જ સંબંધને અલગ નજરે જુએ છે.

જાનકીની નજર બંનેએ સાથે મળીને ભરેલા ગ્લાસના 80 ટકા ભાગ પર છે. તેને રોજિંદા જીવનની નાની-નાની ક્ષણોમાં ખુશી મળે છે. માનવનું ધ્યાન બાકીના ખાલી 20 ટકા પર જાય છે. તેને થાય છે કે શું તેમના સંબંધમાં ફરી થોડું નવુંપણું આવી શકે?જીવનના આ પડાવની મૂંઝવણો હિન્દી ટેલિવિઝનની વાર્તાઓમાં ભાગ્યે જ કેન્દ્રમાં હોય છે.

શોના લોન્ચ પ્રસંગે ફરાહ ખાને આ જ મુદ્દો ઉઠાવ્યો. એક તરફ બાળકોના ઉછેરની જવાબદારી અને બીજી તરફ ઉંમરલાયક માતા-પિતાની સંભાળ હોય, ત્યારે પોતાની ઇચ્છાઓ માટે સમય કેવી રીતે કાઢવો? આ વાતચીત દરમિયાન ફરાહે ગૌરવને પૂછ્યું કે શું તેમને પણ ક્યારેય માનવ જેવી બેચેની અનુભવાય છે.ગૌરવે કહ્યું, “માનવ અને ગૌરવ વચ્ચે એક ફરક છે. મને લાગે છે કે મારે હજી ઘણું કરવાનું છે. આજે પણ મને થાય છે કે આ ભૂમિકા હજી ભજવી નથી, આ દિગ્દર્શક સાથે કામ કર્યું નથી, આ નિર્માતા સાથે કામ કર્યું નથી.”

જોડિયા બાળકોની માતા બન્યા પછી શ્રદ્ધા માટે ‘કાફી’નો અર્થ બદલાયો. તેમણે યાદ કર્યું કે કૉફી પીવા બહાર જવું હોય તો પણ પહેલાં કેટલીય ગોઠવણો કરવી પડતી હતી. શ્રદ્ધાએ કહ્યું, “મને લાગે છે કે હવે હું જીવનના એવા તબક્કે પહોંચી છું જ્યાં જે છે એ મને પૂરતું લાગે છે. જે રહી ગયું એને જવા દો. જે મળ્યું છે એની કદર કરો, એની વાત કરો અને જે છૂટી ગયું એની ચિંતા ન કરો.”

ગૌરવે કહ્યું, “મૅમ, અમારી આખી વાર્તા ‘કાશ’ અને ‘કાફી’ વચ્ચેના આ ફરક પર આધારિત છે.” માનવ અને જાનકી માટે અઘરી વાત એ છે કે આ ફરક વિશે એકબીજા સાથે કેવી રીતે ખુલીને વાત કરવી. જે વ્યક્તિ સાથે તમે 20 વર્ષ વિતાવ્યાં હોય, તેને કેવી રીતે કહો કે જે જીવનમાં તેને ખુશી મળે છે, એ જ જીવનમાંથી તમને હજી કંઈક વધુ જોઈએ છે?

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *