Ahmedabad News

બીસ્પોક આર્ટ ગેલેરી ખાતે 10 આંતરરાષ્ટ્રીય આર્ટિસ્ટ નું આર્ટવર્ક રેનોનેન્સ ઓફ સોલ ની શરૂઆત કરવામાં આવી

Views: 143
1 0
Spread the love
Read Time:2 Minute, 50 Second

અમદાવાદ:- બિકાનેર હાઉસ, નવી દિલ્હીમાં મળેલા અવિસ્મરણીય ડેબ્યુ પછી, બિસ્પોક આર્ટ ગેલેરી હવે તેની લોકપ્રિય આર્ટ શોકેસને અમદાવાદ લઇ આવી છે, જ્યાં કલા પ્રેમીઓ, સંકલનકારો અને પરખુ રસિકો માટે આધુનિક કલામાં વૈશ્વિક સંવાદનો શક્તિશાળી અનુભવ મેળવવાની તક ઉપલબ્ધ થશે. આ શોકેસનું અમદાવાદ એડિશન ની શરૂઆત 15 નવેમ્બર 2025 થી શરુ કરવામાં આવી છે જે દરેક વ્યક્તિ માટે ફ્રી એન્ટ્રી મુકવામાં આવી છે, જે શહેરના વિકસતા સાંસ્કૃતિક પરિદૃશ્ય માટે એક મહત્વપૂર્ણ ક્ષણ સાબિત થશે.

 

આ આર્ટ શોકેસ વિશે વાત કરતા બિસ્પોક આર્ટ ગેલેરી ના સ્થાપક દેવિન ગવારવાલા એ જણાવ્યું કે “આ શોકેસ માત્ર કૃતિઓનો સમૂહ નથી; તે આધુનિક અભિવ્યક્તિના બદલાતા પરિદૃશ્યની એક રસપ્રદ યાત્રા છે. ઓળખ, સ્મૃતિ અને માનવ અનુભૂતિને આ આંતરરાષ્ટ્રીય કલાકારો કેવી રીતે વ્યક્ત કરે છે તે જોવા માટે અમદાવાદનું સાંસ્કૃતિક ઊર્જાવંત માહોલ એક આદર્શ મંચ સાબિત થાય છે.

 

 

 

“રેનોનેન્સ ઓફ સોલ” શીર્ષક ધરાવતી આ પ્રદર્શનનું  અમદાવાદ એડિશન આ સર્જનાત્મક સફરને આગળ વધારતાં 10 આંતરરાષ્ટ્રીય કલાકારોની અદ્દભુત રજૂઆત કરે છે, જેઓના સર્જનો ભૂગોળ, પરંપરા અને સમયની તમામ સીમાઓને પાર કરતા જોવા મળે છે. મુલાકાતીઓ પ્રખ્યાત કલાકારોની ભાવસભર રચનાઓ નિહાળી શકશે જેમાં ગિલી એન્ડ માર્ક (ઓસ્ટ્રેલિયા/યુકે), બોબુર ઇસ્મોઇલોવ (ઉઝબેકિસ્તાન), તિમુર ડી. વાટ્ઝ (રશિયા), વેલેરા માર્ટિનચિક (બેલારુસ), ક્રિસ્તિયન સેલડર્ટ (ફિનલેન્ડ), જીસસ કુરિયા (સ્પેન), ઉલુગબેક યુસુપોવ (ઉઝબેકિસ્તાન), મુઝફ્ફર અલી (ઇજિપ્ટ), બાખોદીર જલાલ (ઉઝબેકિસ્તાન) અને સાયમન મેક્સ બેનીસ્ટર (યુકે) નો સમાવેશ થાય છે.

 

 

 

 

આર્ટ શોકેસ વિષે ની માહિતી

તારીખ- 15મી નવેમ્બર થી શરુ (1 મહિના સુધી ચાલશે)

એન્ટ્રી – ફ્રી એન્ટ્રી

સ્થળ:બીસ્પોક આર્ટ ગેલેરી, સિન્ધુભવન આંબલી રોડ, અમદાવાદ

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *