અમદાવાદ:- વિરલ દરજી
તહેવારોની રંગત અને ખરીદીના ઉત્સાહ વચ્ચે શહેરમાં આજે ‘નવરાત્રી અને દિવાળી ધમાકા’ નામની 2 દિવસીય એક્ઝિબિશનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. રશ્મિ જ્વેલર્સનાં શ્રીમતી રશ્મિ અગ્રવાલ દ્વારા આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
Arpana’s Elevate, Colonnade-2, સિંધુ ભવન રોડ નજીક, SG Highway ખાતે યોજાઈ રહેલી આ એક્ઝિબિશનમાં અંદાજે 12 જેટલા એક્ઝિબિટર્સ દ્વારા તહેવારોની ઉજવણીને અનુરૂપ વિવિધ પ્રકારની આકર્ષક અને રંગબેરંગી પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.
આ એક્ઝિબિશનમાં આકર્ષક ચણિયા-ચોળી, જ્વેલરી, સાડીઓ, ટૅરોટ રીડિંગ, વિવિધ આર્ટિફેક્ટ્સ તેમજ દિવાળીની સ્પેશિયલ ગિફ્ટિંગ આઇટમ્સ સહિતની અનેક વસ્તુઓનું વાઇબ્રન્ટ શોકેસ રજૂ કરવામાં આવ્યું છે. વિવિધ રંગો, સર્જનાત્મકતા અને તહેવારી ઉત્સાહથી સજાયેલું આ એક્ઝિબિશન શોપિંગ લવર્સ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આ 2 દિવસીય એક્ઝિબિશન 3 અને 4 ઓક્ટોબર, 2026ના રોજ સવારે 11 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી યોજાશે.