Ahmedabad News

શ્રી સંકટમોચન મહાવીર હનુમાન મંદિર, રાંચરડા ખાતે રવિવારે તા. ૧૯ ઓક્ટોબરે શક્તિ-આરાધના પાઠ સાથે હવનનું આયોજન

Views: 381
1 0
Spread the love
Read Time:1 Minute, 42 Second

શ્રી સંકટમોચન મહાવીર હનુમાન મંદિર, રાંચરડા અમદાવાદ ના સ્થાપક ડો. પ્રવીણભાઈ ગર્ગ દ્વારા જણાવામાં આવ્યું છે કે રવિવારે તા. ૧૯ ઓક્ટોબર 2025, બપોરે 3 વાગ્યાથી મંદિર ના પ્રાંગણ માં વૈદિક મંત્રોચ્ચાર અને શક્તિ-આરાધના પાઠ સાથે હવન રાખેલ છે . હવન બાદ સાંજે 5:30 વાગ્યે શ્રી હનુમાનજીની મહિમાને ઉજાગર કરતો સુન્દરકાંડ પાઠનું ભવ્ય વાચન થશે. સાંજે 7:15 કલાકે શ્રદ્ધાભેર મહાઆરતી અને 7:30 વાગ્યે ભાવિકોને મહાપ્રસાદનો લાભ મળશે.

 

ડો .પ્રવીણ ભાઈ એ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે ૨૩ ઓગસ્ટ ૨૦૨૫ ના આ મંદિર નું એક વર્ષ પૂર્ણ થયેલ છે અને બાબા શ્રી નીમ કરોલી મહારાજ ની અસીમ કૃપા અને અમૂલ્ય આશિર્વાદથી ધીરે-ધીરે સમૃદ્ધ અને ભક્તિમય સ્તરે વિકસિત થઈ રહ્યું છે.આ મંદિર ભારત દેશનું ચોથું મંદિર છે જ્યાં હનુમાનજીની સૂતેલી મૂર્તિ ધરાવે છે અને જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

આ ભવ્ય અને પવિત્ર પ્રસંગે આપ સૌ પરિવાર સાથે હાજરી આપી ધાર્મિક આનંદ અને આશીર્વાદ માં અભિવૃતિ આપશો.

જય શ્રી રામ

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *