આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે અમદાવાદના શ્રી બાલાજી અગોરા મોલ ખાતે ઓરિત્રા ફાઉન્ડેશન (Oritra Foundation) દ્વારા એક પ્રેરણાદાયી સામાજિક પહેલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 90% થી વધુ દિવ્યાંગતા ધરાવતી મહિલાઓને વ્હીલચેર પ્રદાન કરવામાં આવી હતી. આ અભિયાનનો ઉદ્દેશ્ય આ મહિલાઓને વધુ સ્વાવલંબી બનાવવાનો અને તેમના જીવનમાં નવી આશા જગાડવાનો હતો.
વ્હીલચેર મેળવ્યા બાદ મહિલાઓના ચહેરા પર ખુશી અને સંતોષ સ્પષ્ટપણે દેખાતો હતો. તેમના માટે આ માત્ર એક સહાય નથી પરંતુ તેમના રોજિંદા જીવનને સરળ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડાયરેક્ટર ઉજ્જવલ કુશવાહાએ જણાવ્યું હતું કે,”અમારો હેતુ માત્ર વ્હીલચેર આપવાનો નથી, પરંતુ એવા લોકો સુધી આશા અને સહારો પહોંચાડવાનો છે જેઓ અવારનવાર સમાજની મુખ્ય ધારાથી દૂર રહી જાય છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આ મહિલાઓનો ઉત્સાહ જોઈને અમને ખૂબ ગર્વ અનુભવાય છે.”
આ કાર્યક્રમમાં વ્હીલચેર દાન માટે વીરેન્દ્ર ગોલેચા જીનો વિશેષ સહયોગ રહ્યો હતો, જેમણે આ નેક કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું.
કાર્યક્રમના સફળ આયોજનમાં ફાઉન્ડેશનના એચ.આર. (HR) પૂનમ કુશવાહા જ્યારે ઇવેન્ટ મેનેજમેન્ટ અને ગ્રાઉન્ડ કોર્ડિનેશનનું નેતૃત્વ મેનેજર જીગર કપૂરે કર્યું હતું.
આ અવસરે ફિલ્મ જગત સાથે જોડાયેલા કલાકાર નિમેષ મહેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે દિવ્યાંગ મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે મહિલાઓ સાથે સમય વિતાવીને એક સકારાત્મક અને ઉત્સાહપૂર્ણ વાતાવરણ બનાવ્યું હતું.
આ પહેલને વધુ સફળ બનાવવામાં સેવતી વ્હાઇટ ક્લાઉડ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ (Sevti White Cloud Films Private Limited) એ પ્રોડક્શન પાર્ટનર તરીકે પોતાનો સહયોગ આપ્યો હતો.
