Ahmedabad News Entertainment News Gujarat

મહાત્મા વેલી પ્રી-સ્કૂલ દ્વારા ‘નવદુર્ગા’ સ્વરૂપે દીકરીની ઉજવણી,નવ સ્વરૂપમાં સજ્જ નવ દીકરીઓ બની આ નવરાત્રિનું આકર્ષણ

મહાત્મા વેલી પ્રી-સ્કૂલ દ્વારા ‘નવદુર્ગા’ સ્વરૂપે દીકરીની ઉજવણી,નવ સ્વરૂપમાં સજ્જ નવ દીકરીઓ બની આ નવરાત્રિનું આકર્ષણ
Views: 94
4 0
Spread the love
Read Time:2 Minute, 12 Second

આ નવરાત્રિએ મહાત્મા વેલી પ્રી-સ્કૂલ દ્વારા યોજાનારી ગરબા ઉજવણીને એક અનોખો અને સશક્ત સંદેશ આપવામાં આવી રહ્યો છે.

પ્રથમ વખત શાળા દ્વારા ‘નવદુર્ગા’ની સંકલ્પના સાથે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાળાની નવ બાળાઓ શક્તિના નવ સ્વરૂપોનું પ્રતિનિધિત્વ કર્યું.

સમાજ આજે પણ મહિલાઓ સામે થતી હિંસા, અન્યાય અને અસમાનતા જેવા પડકારોનો સામનો કરી રહ્યો છે ત્યારે આ અનોખી ઉજવણી માત્ર ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ એક મહત્વપૂર્ણ સામાજિક સંદેશ પણ આપે છે.

દીકરી માત્ર દેવીનું સ્વરૂપ માનીને પૂજવાની વસ્તુ નથી, પરંતુ તેને રોજિંદા જીવનમાં સન્માન, સુરક્ષા, સમાનતા અને સ્વતંત્રતા આપવી પણ એટલી જ જરૂરી છે.

મહાત્મા વેલી પ્રી-સ્કૂલની આ પહેલની વિશેષતા એ છે કે તે નવરાત્રિના ઉત્સવને ‘શક્તિની આરાધના’થી આગળ લઈ જઈને ‘દીકરીના સન્માન’ સાથે જોડે છે. નવરાત્રિમાં આપણે જે શક્તિની આરાધના કરીએ છીએ, તે જ શક્તિ આપણા ઘરની અને સમાજની દીકરીઓમાં પણ વસે છે.

આ નવરાત્રિએ નવ દીકરીઓ જ્યારે મા અંબાના નવ સ્વરૂપોમાં સજ્જ થઈને ગરબાના રંગે રંગાઈ.ત્યારે તેઓ માત્ર ઉત્સવની શોભા નહીં વધારે, પરંતુ સમગ્ર સમાજને એક સુંદર સંદેશ આપશે.

“શક્તિની આરાધના માત્ર મંદિરમાં નહીં, પરંતુ દીકરીના સન્માનથી શરૂ થાય છે.”મહાત્મા વેલી પ્રી-સ્કૂલની આ પહેલ દ્વારા દીકરીને દેવી તરીકે પૂજવા કરતાં પહેલાં એક વ્યક્તિ તરીકે તેને સન્માન, સમાન તક અને સુરક્ષિત ભવિષ્ય આપવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *